મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ અર્પણ
SHARE
મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ અર્પણ
મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બે દિવ્યાંગ બહેનોને પંચમુખી હનુમાનજી મંદિર મોરબી-૨ ખાતે ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રોજેકટના દાતા લાયન્સ ક્લબ મોરબી સિટીનાં સભ્ય ભાવેશભાઈ છગનભાઈ ચિખલિયા તેમજ બિપીનભાઈ છગનભાઈ ચિખલિયા હતા અને તેઓએ પોતાના પિતા સ્વ.છગનભાઈ ચિખલિયા અને સ્વ.માતુ શાંતાબેનની પુણ્યતિથી નિમિતે બે દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ અર્પણ કરી હતી આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ ત્રિભોવનભાઈ સી.ફૂલતરિયા, એ.એસ.સુરાણી, કેશુભાઈ દેત્રોજા, મહાદેવભાઈ ચિખલીયા, હિતેન્દ્રભાઈ ભાવસાર, રસ્મિકાબેન રૂપાલા, મોરબી ફોટો વિડિઓ એસોસિયેશનના પ્રમૂખ મહાદેવભાઈ ઊંટવડિયા, જયસુખ પટેલ, ખીમજીભાઈ પટેલ, દિલીપભાઈ તેમજ ચીખલીયા પરિવારના વડીલ સભ્યો તેમજ રમેશભાઇ રૂપાલા હાજર રહ્યા હતા