હળવદ પોલીસે ઘોડિપાસાના જુગારની રેડ કરતાં જુગારીઓમાં નાસભાગ: બે પકડાયા બે ફરાર
SHARE
હળવદ પોલીસે ઘોડિપાસાના જુગારની રેડ કરતાં જુગારીઓમાં નાસભાગ: બે પકડાયા બે ફરાર
હળવદના ભવાનીનગર ઢોરા પાસે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા હોવાની હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને પોલીસને જોઇને બે જુગારીઓ સ્થળ પરથી નાસી છૂટયા હતા જોકે પોલીસે બે આરોપીની ધરપકડ કરીને ૧૭૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને નાસી છૂટેલા બે જુગારીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારની અંદર જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમવામાં હોવાની હળવદ તાલુકા પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી અને બે જુગારી પોલીસને જોઈને નાસી છૂટયા હતા જો કે, પોલીસે હાલમાં સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રકાશગીરી નવલગિરી ગોસ્વામી અને મનીષ ઠાકરશીભાઈ ઝિંઝુવાડીયા રહે. બંને ભવાનીનગર હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને નાસી છૂટેલ હસુભાઈ ગણેશશિયા રહે. હળવદ અને અલ્તાફ મુસાભાઇ ઘાંચી રહે. ભવાનીનગર હળવદ વાળાની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવે છે