હળવદ પોલીસે ઘોડિપાસાના જુગારની રેડ કરતાં જુગારીઓમાં નાસભાગ: બે પકડાયા બે ફરાર
મોરબીના ફડસર ગામે મકાનમાંથી ૨૧ બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE
મોરબીના ફડસર ગામે મકાનમાંથી ૨૧ બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબી તાલુકાના ફડસર ગામે રહેણાંક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે પ્રાથમિક શાળાની સામે આવેલ મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૨૧ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૭૮૭૫ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા નાગાજણભાઇ ઉર્ફે નાગરાજ રામભાઇ બાળા જાતે આહીર (ઉ.૨૭) ના ઘરે દારૂ હોવાની બાતમી મળી હતી તેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે નાગરાજભાઈના ઘરની અંદરથી ૨૧ બોટલ દારૂ મળી આવ્યો હોય પોલીસે ૭૮૭૫ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી નાગાજણભાઇ ઉર્ફે નાગરાજ બાળાની ધરપકડ કરે છે અને તેના ઘરની અંદરથી મળી આવેલ દારૂની બોટલો કયાથી લઇને આવ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
એક બોટલ દારૂ
મોરબીમાં આવેલ કુંભાર શેરીમાંથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે ભવાની દિનેશભાઈ કાનાબાર જાતે લોહાણા (ઉંમર ૨૨) રહે. રાવલ શેરીની પાસે કુંભાર શેરી કબીર સાહેબની જગ્યાની સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલી દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે