મોરબીના રવાપર રોડે એપાર્ટમેન્ટમાંથી નીચે પટકાયેલા યુવાનનું સારવારમાં મોત
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1650807099.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીના રવાપર રોડે એપાર્ટમેન્ટમાંથી નીચે પટકાયેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નક્ષત્ર એપાર્ટમેન્ટમાં કામગીરી દરમિયાન બીજા માળ ઉપરથી નીચે પટકાયેલા યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા અને ત્યાં રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગર શેરી નંબર-૪ ની અંદર રહેતા ભાવેશભાઈ ગગુભાઈ અવાડિયા (ઉંમર ૪૦) ગત તા. ૧૨/૪/૨૨ ના રોજ સવારે નવેક વાગ્યાના અરસામાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નક્ષત્ર એપાર્ટમેન્ટ ખાતે મકાનમાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે બીજા માળેથી તે નીચે પટકાયો હતો જેથી તેને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન તા.૨૩ ના રોજ ભાવેશભાઈ અવાડિયાનું મૃત્યુ નીપજયું હતું જેથી આ બનાવની રાજકોટ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)