મોરબીના રવાપર રોડે એપાર્ટમેન્ટમાંથી નીચે પટકાયેલા યુવાનનું સારવારમાં મોત
હળવદના રાયસંગપુરમાં ઘરે ચા બનાવતા દાઝી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
SHARE









હળવદના રાયસંગપુરમાં ઘરે ચા બનાવતા દાઝી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતી આધેડ મહિલા ચા બનાવી રહી હતી ત્યારે ઓચિંતા ચૂલાની આગ તેને પહેરી સાડી ઉપર પડતાં તે ગંભીર રીતે દાઝી ગઈ હતી માટે તેને સારવારમાં રાજકોટ ખાતે ખસેડવામાં આવી હતી જોકે ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજતા આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા જીવરાજભાઈ મેરૂભાઈ દલવાડીના પત્ની મીઠીબેન જીવરાજભાઈ દલવાડી (ઉંમર ૫૦) પોતાના ઘરે ચૂલા ઉપર ચા બનાવી રહ્યા હતા ત્યારે ઓચિંતા ચૂલાની આગ તેને પહેરલી સાડીમાં આગ લાગી ગઈ હતી જેથી કરીને ગંભીર રીતે દાઝી ગયેલા મીઠીબેનને પ્રથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજતા આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનાં બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
