હવે વાંકાનેર તાલુકાનાં તીથવા-કોટડા નાયણી પાસે મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૪૮ સેલની ચોરી
મોરબીના વીસીપરામાં ધારીયા અને તલવાર વડે હુમલો કરનાર મહિલા સહિત પાંચની ધરપકડ
SHARE
મોરબીના વીસીપરામાં ધારીયા અને તલવાર વડે હુમલો કરનાર મહિલા સહિત પાંચની ધરપકડ
મોરબીના વીસીપરા વિસ્તારમાં થોડા દિવસો પહેલા તલવાર, ધારિયા અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો વડે મારામારી કરવામાં આવી હતી જેમાં ઈજાગ્રસ્ત થયેલાઓને સારવાર માટે ખસેડાયા હતા અને બાદમાં ભોગ બનનાર પરિવારના સભ્ય દ્વારા મહિલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે બી ડિવિજન પોલીસે હાલમાં મહિલા સહિત પાંચેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે
મોરબી વીશીપરા સ્વીડ ફાર્મ સરકારી વાડી વિસ્તાર પાસે રહેતા અને ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ચલાવવાનું કામ કરતા હુશેનભાઇ ભચુભાઇ ભટ્ટી જાતે મિંયાણા (ઉ.વ.૫૧) એ મોરબી સીટી બી ડિવિજન પોલીસ મથકે હાજીભાઇ ઇશાભાઇ સમા જાતે મિંયાણા, સદામ હાજીભાઇ સમા જાતે મિંયાણા, અનવર હાજીભાઇ સમા જાતે મિયાણા, હાજીભાઇનો ત્રીજા નંબરનો સૌથી નાનો જમાઇ કાદર રહે.માળીયા મિંયાણા વાળો તેમજ રોશનબેન હાજીભાઇ સમા સામે ફરીયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતુ કે, તેના મિત્ર પાસેથી છએક માસ પહેલા હાજી ઇશા સમાએ કાર રાખી હતી જે ચલાવતા ખરાબ થઇ ગયેલ હોય તે કારને પરત આપી દેવાનું કહેતા ફરીયાદી હુશેનભાઇએ બંધ કારને રીપેર કરી ચાલુ કર્યા બાદ જ પરત અપાય તેમ કહ્યું હતું ત્યારે હાજીભાઇએ ના પાડીને ઝઘડો કર્યો હતો અને બાદમાં ચારેય શખ્સોએ પાઇપ, ધારીયા અને તલવાર વડે હુમલો કર્યો હતો ત્યારે હુશેનભાઇના પરીવારના સાહેદ ઇમોત હુશેન ભટ્ટી (૨૦), ઇસ્માઇલ લાખા સામતાણી (૬૦), હાજી તૈયબ માણેક (૧૫) અને હમીદાબેન ફિરોઝ સામતાણી (૨૧) ને ઇજાઓ થઈ હતી અને આરોપી રોશનબેન હાજીભાઇએ ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે ફરિયાદના આધારે પોલીસે હાલમાં હાજીભાઇ ઇશાભાઇ સમા જાતે મિંયાણા, સદામ હાજીભાઇ સમા જાતે મિંયાણા, અનવર હાજીભાઇ સમા જાતે મિયાણા અને રોશનબેન હાજીભાઇ સમા રહે. ચારેય સ્વીડ ફાર્મ સરકારી વાડી અને કાદર હૈદર સમા રહે. માળીયા મિંયાણા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે