મોરબીના ગુંગણ ગામનાં એટ્રોસીટીનાં કેસમાં આરોપીનો નિર્દોષ છટકારો
SHARE









મોરબીના ગુંગણ ગામનાં એટ્રોસીટીનાં કેસમાં આરોપીનો નિર્દોષ છટકારો
મોરબી તાલુકાનાં ગુંગણ ગામની સીમનાં ૫ વિધા જમીનની મુખ્ય તકરારમાં ફરીયાદી જગજીવન લક્ષ્મણભાઈ જાદવએ ગુંગણ ગામનાં ધર્મેન્દ્રસિંહ મીઠુભા જાડેજા સામે આઈપીસીની કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા એટ્રોસીટી એકટની કલમ-૩(૧) આરએસ ૩(૨)(૫-એ) તથા જી.પી.એકટની કલમ-૧૩૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.૭-૧૧-૨૦૧૭ ના રોજ ફરીયાદ કરી હતી.
જે કેસ મોરબીનાં સેકન્ડ સેસન્સ જજ (સ્પે.એટ્રોસીટી કોર્ટ) સી.જી.મહેતાની કોર્ટ-મોરબીમાં ચાલતા ધર્મેન્દ્રસિંહ મીઠુભા જાડેજા તરફે મોરબીનાં સીનીયર એડવોકેટ વિજયભાઈ કે.ચાવડા (વિ.કે.ચાવડા) તથા ભરતભાઈ કે.ચાવડા રોકાયેલા હતા.જેમાં ફરીયાદી તથા તપાસ કરનાર પોલીસ અધિકારી ડીસીપી તેમજ અન્ય ૧૦ સાહેદોની જુબાની થયેલી અન્ય દસ્તાવેજી પુરાવાઓ પણ રજુ કરાયા હતા.કોર્ટમાં ડી.એમ.જાડેજા વતી રોકાયેલા સીનીયર એડવોકેટ વિજયભાઇ ચાવડા તથા એડવોકેટ બી.કે.ચાવડા તરફથી કરવામાં આવેલ દલીલો તેમજ ગુજરાત હાઇકોર્ટ, મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઓથોરીટી પણ રજૂ થયેલી.જે કેસ ચાલતા તા.૨૨-૪-૨૨ નાં રોજ ખુલ્લી અદાલતમાં ચુકાદો હુકમ જાહેર થતા ગુંગણ ગામનાં ધર્મેન્દ્રસિંહ એમ.જાડેજાને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.
