મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સનસીટીના ગ્રાઉન્ડમાં આજથી હનુમાન ચાલીસા કથાનો પ્રારંભ


SHARE













મોરબીમાં સનસીટીના ગ્રાઉન્ડમાં આજથી હનુમાન ચાલીસા કથાનો પ્રારંભ

મોરબીમાં રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથા આજે તા ૨૬ થી શરૂ થવાની છે અને દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી કથા ચાલુ રહેશે અને સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.

મોરબીમાં સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા  કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, તા ૨૬ થી ૩૦ સુધી હનુમાન ચાલીસા  કથા યોજાશે જેમાં રોજ રાતે ૯ કલાકે અન્નકૂટ ઉત્સવ યોજાશે અને ૧૦:૩૦ કલાકે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે. ત્યારે હનુમાનજીને ૫૧ કિલોની કેક ધરવામાં આવશે. અને ૧૦૮ કિલો પુષ્પવર્ષા કરવામાં આવશે અને તા ૨૮ ના રોજ કથા સ્થળે ૮ થી ૧૦ બે કલાક સુધી બ્લડ ડોનેશન કેમ્પ અને તા ૨ મે ના રોજ રાતે ૧૧:૩૦ કલાકે કથાની પૂર્ણાહુતિ થશે








Latest News