મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે પિતાએ કરિયાણાની દુકાને બેસવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE









મોરબીના રંગપર ગામે પિતાએ કરિયાણાની દુકાને બેસવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા યુવાનને તેના પિતાએ તેઓની કરિયાણાની દુકાને બેસવા માટે કહે લાગી આવ્યું હતું જેથી કરીને યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે રહેતા જય હીતેન્દ્રભાઈ ભટ્ટ જાતે બ્રાહ્મણ (ઉંમર ૧૯) નામના યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની તપાસ કરતાં હેડ કોન્સટેબલ એફ.આઈ.સુમરા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, મૃતક યુવાન કામ ધંધો કરતો ન હતો અને રખડતો જેથી તેના પિતાએ તેઓની કરિયાણાની દુકાનમાં ધ્યાન આપવા માટે અને ત્યાં બેસવા માટે કહ્યું હતુ જેથી કરીને લાગી આવતા યુવાને આપઘાત કરી લીધેલ છે




Latest News