મોરબીના રંગપર ગામે પિતાએ કરિયાણાની દુકાને બેસવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબીના બંધુનગર પાસે કારખાના કવાર્ટરમાં એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
SHARE









મોરબીના બંધુનગર પાસે કારખાના કવાર્ટરમાં એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે સિરામિક કારખાના લેવર કવાર્ટરમાં રહેતી પરિણીતા એસિડ પી ગઈ હતી જેથી તે પરિણીતાને સારવારમાં ખસેડવામાં આવી હતી જોકે સારવાર કારગત ન નિવડતા તે મહિલાનું મોત નિપજ્યું છે. જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે ભીમાણી સીરામીક કંપનીની અંદર રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી અનીતાબેન ઉર્ફે ડાકુબેન જીવણભાઈ ગુર્જર (૨૮) ગત તા. ૨૦/૪ ના રોજ સાંજે છ વાગ્યાના અરસામાં પોતાના લેબર કવાર્ટરની અંદર એસિડ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી જોકે સારવાર કારગત ન નિવડતા તા.૨૫/૪ ના રોજ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા એએસઆઈ એમ.આર. ગામેતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક મહિલાના લગ્નગાળો દસ વર્ષનો છે અને તેને સંતાનમાં એક દીકરો છે અને મહિલા ભૂલથી એસિડ પી ગઈ હોવાનું તેને પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું હાલમાં આ બનાવથી બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે
