મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નગર દરવાજા ચોકમાંથી બે બાઈકની ચોરી


SHARE













મોરબીના નગર દરવાજા ચોકમાંથી બે બાઈકની ચોરી

મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે તેમાં મોરબી શહેરના હાર્દસમાન નગર દરવાજા ચોકમાંથી વધુ બે બાઈકની ચોરી થઈ હોવા અંગેની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા મોહનભાઈ જેઠાભાઈ ચાવડા (ઉંમર ૬૦) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એબી ૫૧૯૩ લઈને મોરબી આવ્યા હતા ત્યારે તેઓએ નગર દરવાજા ચોકમાં બિસ્મિલ્લા હોટલ પાસે બાઇકને પાર્ક કર્યું હતું જે ૨૫ હજારની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે માટે તેને ફરિયાદ નોંધાવી છે તેની સાથોસાથ સાગરભાઇ ગુણવંતભાઈ ભટ્ટે પણ તેનું બાઇક નંબર જીજે ૩૬ એએ ૭૩૧૨ જેની કિંમત ૨૦ હજાર તે બાઇકને નગર દરવાજા ચોકમાં પાર્ક કર્યું હતું જે બાઈકની પણ ચોરી કરવામાં આવેલ છે આમ નગર દરવાજા ચોકમાંથી કુલ મળીને બે બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં ફરિયાદ નોંધાઈ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે








Latest News