મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો. દ્વારા ૩૦ એપ્રિલે અન્ડર-૧૬ અને અન્ડર-૧૪ ક્રિકેટ ટીમનું સિલેક્શન થશે


SHARE

















મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો. દ્વારા ૩૦ એપ્રિલે અન્ડર-૧૬ અને અન્ડર-૧૪ ક્રિકેટ ટીમનું સિલેક્શન થશે

મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા આવતીકાલ તા.૩૦ એપ્રિલને શનિવારના રોજ સવારે ૮ થી ૧૨:૩૦ દરમિયાન વર્ષ ૨૦૨૨-૨૩ ની અન્ડર-૧૬ અને અન્ડર-૧૪ ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં આવશે.ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા સીઝન માટે શનિવારે અન્ડર-૧૬ અને અન્ડર-૧૪ ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવામાં આવશે.સિલેક્શન એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી, ન્યુ એરા સ્કૂલની બાજુમાં, રવાપર-ઘુનડા રોડ ખાતે યોજવામાં આવ્યું છે. આ આયોજનમાં આવનાર ખેલાડી પાસે સફેદ ટ્રેક અને ટીશર્ટ તથા સ્પોર્ટ્સ શૂઝ અથવા પોતાની અલાયદી ક્રિકેટ કીટ સાથે હોવી ફરજીયાત છે.તેમજ બે ફોટોગ્રાફ્સ અને એજ્યુકેશન આઈ-કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, જોબ સર્ટિફિકેટ, રેસીડેન્સીયલ પ્રૂફ અને આધાર કાર્ડ, આ ડોક્યુમેન્ટ્સમાંથી કોઈપણ ત્રણ ડોક્યુમેન્ટ્સની કોપી ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાની રહેશે. સિલેકશનમાં માત્ર મોરબીના જ ખેલાડીઓ ભાગ લઇ શકશે.સિલેક્શનમાં આવરનાર દરેક ખેલાડીઓએ વેક્સિનના બંને ડોઝ લીધાનું સર્ટીફીકેટ પણ સાથે રાખવાનું રહેશે.

મિટીંગ યોજાઇ

મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશનના ચીફ કોચ નિશાંત જાની ક્રિકેટના અગ્રણી ગણાતા ગેરી કર્સ્ટન અને મોર્ની મોર્કેલ સાથે વેબિનાર મીટીંગમાં જોડાયા હતા.આજના સમયમાં જેતે વિષયમાં છેલ્લામાં છેલ્લી માહીતીથી જાણકાર રહેવું જરૂરી છે અને આંતરરાષ્ટ્રીય પ્લેયર્સ પાસેથી વિવિધ ટેકનીક શીખી તેનો પ્લેયર્સને આંતરરાષ્ટ્રીય ખેલાડી બનાવવા હંમેશા તત્પર રહે છે અને સારું કોચિંગ આપી શકે તેવા નિશાંત જાનીના હંમેશા પ્રયાસ રહે છે.જેના ભાગરૂપે હાલ ટી-૨ ક્રિકેટ યુવાનોને ઘેલું લાગ્ડ્યું છે ત્યારે ટી-૨૦ માઈન્ડસેટ, ટીમ કલ્ચર ટુર્નામેન્ટ પૂર્વે અને પછી તેમજ ખેલાડીઓ સાથે ઈફેક્ટીવ કોમ્યુનીકેશન ઉપરાંત મેનેજમેન્ટ અંગે કોચનો શું રોલ હોય છે તેના પર વિસ્તૃત ચર્ચા કરી હતી.ઉલ્લેખનીય છે કે મોરબી ક્રિકેટ એસો.ના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયા પણ મોરબી જીલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચે અને મોરબીનું ગૌરવ વધારે તેવા પ્રયાસો કરતા રહે છે ત્યારે ચીફ કોચ પણ નવીનવી માહિતી અને ટેકનીક શીખીને ખેલાડીઓને સઘન તાલીમ આપી રહ્યા છે.




Latest News