મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે ટ્રેઇલરના ચોરખાના-ટૂલબોક્ષમાંથી ૪૪૪ બોટલ દારૂ-૨૮૮ બિયરના ટીન સાથે એક પકડાયો


SHARE













મોરબીના ભરતનગર પાસે ટ્રેઇલરના ચોરખાના-ટૂલબોક્ષમાંથી ૪૪૪ બોટલ દારૂ-૨૮૮ બિયરના ટીન સાથે એક પકડાયો

મોરબી તાલુકાના ભરતનગર ગામની સામે આવેલ રામદેવ વે - બ્રિજ પાસે માળીયા - મોરબી હાઇવે રોડ ઉપરથી ટ્રેઇલરને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે ટુલબોક્ષ તથા ચોરખાનામાંથી ૨,૮૬,૨૬૦ નો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને બીયર તેમજ વાહન મળીને ૧૨,૮૬,૨૬૦ ના મુદામાલ સાથે એક રાજસ્થાનીની ધરપકડ કરેલ છે

મોરબી તાલુકા પોલીસના પોલીસ ઇન્સ્પેકટર વિરલ પટેલને મળેલ બાતમી આધારે મોરબી તાલુકાના ભરતનગર ગામ સામે રામદેવ વે-બ્રિજ પાસે ટાટા કંપનીનુ ટ્રેઇલર નં. આરજે ૧૯ જીડી ૫૮૬૪ પાર્ક કરેલ હતું જેને રેઇડ કરીને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે પાછળના ભાગે બનાવેલ ચોર ખાનામાં તથા બંને સાઇડના ટુલબોક્ષમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશદારૂની બોટલો તથા બીયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે અલગ અલગ બ્રાન્ડની દારૂની ૪૪૪ બોટલ તથા બીયરના ૨૮૮ ટીન કબ્જે કરીને દારૂ બીયર તેમજ વાહન મળીને ફૂલ ૧૨,૮૬,૨૬૦ ના મુદ્દામાલ સાથે આરોપી રામચંદ્ર દલારામ વૈષ્ણવ જાતે સાધુ (ઉ.૨૯) રહે. લાખોણી ગોદારોન કી ઢાણી, નિમ્બલકોટ, તાલુકો સિણધરી જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇ વિરલ પટેલ તથા વનરાજભાઇ ચાવડા તથા યુવરાજસિંહ જાડેજાએ કરી હતી 








Latest News