હળવદના મેરુપર પાસે સેન્ટ્રોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત : એક સારવારમાં
SHARE









હળવદના મેરુપર પાસે સેન્ટ્રોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત : એક સારવારમાં
હળવદ મોરબી રોડ ઉપર આવેલ મેરુપર ગામના પાટિયા પાસે સેન્ટ્રો કારના ચાલકે ડબલ સવારી બાઈકને અડફેટે લીધું હતું જેથી બાઇક ઉપર જઇ રહેલા બે યુવાનોને ઈજાઓ થઈ હતી જેમાંના એકને માથાના ભાગે વધુ ઇજા થઇ હોય તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સેન્ટ્રો કારના ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના શેરપુરા ખાતે રહેતા સનાભાઇ કાભલાભાઈ નાયકા જાતે આદિવાસી (૩૫)એ હાલમાં સેન્ટ્રો કાર નંબર જીજે ૧ એચબી ૨૯૬૭ ના ચાલક દીપકભાઈ રતનદાસ બાવાજી રહે. મેરુપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો ભાઈ મુકેશભાઇ મોટરસાયકલ નંબર જીજે ૬ ઇએસ ૦૧૪૨ લઈને હળવદ મોરબી હાઇવે ઉપર આવેલ મેરુપર ગામના પાટિયા પાસે ચામુંડા હોટલ નજીકથી પસાર થઇ રહ્યો હતો ત્યારે સેન્ટ્રો કારના ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીના ભાઈ મુકેશને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને તેની સાથે બાઈકમાં જઈ રહેલા કિશનભાઇ કંચનભાઈને માથાને શરીરે ઇજાઓ થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો હાલમાં અકસ્માતનાં બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે સેન્ટ્રો કારના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
