મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં રિસામણે બેઠેલ ભત્રીજીનું છૂટું કરવાનું હોય તેનો ખાર રાખીને જમાઈ સહિત બે શખ્સોએ કાકાજી-કાકીજીને ધોકા વડે માર માર્યો


SHARE













મોરબીમાં રિસામણે બેઠેલ ભત્રીજીનું છૂટું કરવાનું હોય તેનો ખાર રાખીને જમાઈ સહિત બે શખ્સોએ કાકાજી-કાકીજીને ધોકા વડે માર માર્યો

મોરબીના વાવડી રોડ ઉપર ભગવતી હોલોની સામેના ભાગમાં ઝુંપડામાં રહેતા યુવાન અને તેની પતિનીને તેની ભત્રીજીના પતિ સહિત બે શખ્સોએ ધોકા વડે હુમલો કરીને માર માર્યો હતો અને દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ સહિત બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર ભગવતી હોલની સામે ઝુંપડામાં રહેતા પ્રેમજીભાઈ કરસનભાઈ વાઘેલા જાતે દેવિપુજક (૪૫) એ હાલમાં પુનાભાઈ છોટુભાઈ પરમાર અને સુનિલ પુનાભાઈ પરમાર રહે. બંને વાવડી રોડ ધુતારી નદીના કાંઠે વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેની ભત્રીજીના લગ્ન સુનિલ પુનાભાઈ પરમારની સાથે થયેલા હતા અને તેની ભત્રીજી હાલમાં રિસામણે છે અને છૂટું કરવાની વાત ચાલી રહી છે જે બાબતનો ખાર રાખીને આરોપીઓ તેના પાસે આવ્યા હતા અને ઝૂપડા પાસે આવીને ગાળો આપી હતી અને ત્યારબાદ પુનાભાઈ છોટુભાઈ પરમારે ધોકા વડે પ્રેમજીભાઈને માથામાં ઇજા કરી હતી અને તેના પત્ની લીલાબેનને સુનિલ પુનાભાઈ પરમારે ધોકા વડે માર માર્યો હતો અને દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં પુનાભાઈ છોટુભાઈ પરમાર અને સુનિલ પુનાભાઈ પરમારની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.








Latest News