મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મોડેલ સ્કુલમાં ધો.૬ થી ૯ માં પ્રવેશ માટે સોમવારથી પ્રક્રિયા શરૂ


SHARE













મોરબી જિલ્લામાં મોડેલ સ્કુલમાં ધો.૬ થી ૯ માં પ્રવેશ માટે સોમવારથી પ્રક્રિયા શરૂ

મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્ય સંચાલીત મોડેલ સ્કુલ/મોડેલ ડે સ્કુલોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૬ થી ૯ માં વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની પ્રક્રિયા સોમવારથી શરૂ થશે.

મોરબી જિલ્લામાં મોડેલ સ્કુલ-વાંકાનેર, નવા આઈ.ટી.આઈ. પાસે, રાજકોટ રોડ, વાંકાનેર, મોડેલ સ્કુલ-મોટી બરાર તા.માળીયા(મી.) અને મોડેલ સ્કુલ-હળવદ, જી.આડી.સી. સામે, ધ્રાગધ્રા રોડ, હળવદ ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. તા.૨ થી અરજી વિતરણ શરૂ થશે અને તા.૧/૬ સુધી અરજી શાળાઓમાં સ્વીકારાશે ત્યાર બાદ તા.૪/૬ ના રોજ મેરીટ યાદી જાહેર થશે અને તા.૧૦/૬ સુધીમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લેવાનો રહેશે. અને ધોરણ-૧૧ માં પ્રવેશ મેળવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ધો.૧૦ ના પરીણામ બાદ પ્રવેશફોર્મ વિતરણ કરવામાં આવશે આ મોડેલ સ્કુલોમાં અનુભવી શિક્ષકો દ્વારા વિનામુલ્ય શિક્ષણ, પાઠ્યપુસ્તકો, ધો. ૯ થી ધો. ૧૨ની પત્રતા ધરાવતી ૧૦૦ દિકરીઓ માટે ફ્રી હોસ્ટેલની સુવિધા, સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-૯ ની પાત્રતા ધરાવતી કન્યાઓને વિનામુલ્યે સાયકલ સહાય આપવામાં આવશે.




Latest News