મોરબી જિલ્લામાં મોડેલ સ્કુલમાં ધો.૬ થી ૯ માં પ્રવેશ માટે સોમવારથી પ્રક્રિયા શરૂ
માળીયા (મી)ના જુનાઘાંટીલામાં દિકરીના જન્મદિને ૪૦૦ ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ
SHARE









માળીયા (મી)ના જુનાઘાંટીલામાં દિકરીના જન્મદિને ૪૦૦ ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ
માળીયા મિંયાણાના જુનાઘાંટીલા ગામે રહેતા પર્યાવરણ અને પક્ષીપ્રેમી વિજયભાઈ દેત્રોજાની દિકરી પુર્વાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી અને પુર્વાના જન્મદિવસે વિજયભાઈ અને તેના પરિવારે ૪૦૦ જેટલા ચકલીઘર, ૩૦૦ જેટલા ચણ માટેના સ્ટેન્ડ, ૩૫૦ જેટલા પાણીના કુંડાનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉનાળાની ૪૪ ડિગ્રી તાપમાનમાં ચકલાઓને ઠંડક મળી રહે અને ચણવા માટે સમયસર ચણ અને રહેવા માટે ઘર મળી રહે તેવા આશયથી વિજયભાઈએ દિકરી પુર્વાની ઈચ્છા મુજબ આ કાર્યક્રમ કર્યો હતો આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ પારજીયા, મોરબી કોંગ્રેસ યુથ પ્રમુખ સંદીપભાઈ કાલરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેના હસ્તે ચકલાઘર વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ જુના ઘાંટીલા ગામના સરપંચ ઉમેશ જાકાસણીયા સહીત બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા
