મોરબીમાં શ્રીમદ રાજ સોસાયટી પાસે પ્રિન્સિપાલ જજની સરકારી ઇનોવા કારનો અકસ્માત
મોરબીમાં નર્મદા હૉલ પાસે થયેલ મારામારીમાં નવ શખ્સોની સામે વળતી ફરિયાદ નોંધાઈ
SHARE









મોરબીમાં નર્મદા હૉલ પાસે થયેલ મારામારીમાં નવ શખ્સોની સામે વળતી ફરિયાદ નોંધાઈ
મોરબીના કાલિકા પ્લોટમાં નર્મદા હૉલ પાસે મારા મારિનો બનાવ બનેલ હતો જેમાં અગાઉ આરીફ મીરની માતાએ દાઉદ પલેજા સહિત નવ સામે ફરિયાદ નોંધાવી હતી અને હાલમાં સામાંપક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવી છે અને મુસ્તાક મીર તેમજ આરીફ મીરના દીકરાની સાથે ઝગડો થયેલ હતો તેનો ખાર રાખીને આરોપીઓએ એકસંપ કરી હથિયારો સાથે ગાળો આપીને પથ્થર તથા સોડાની કાચની બોટલોના છુટ્ટા ઘા કરીને ફરિયાદી તેમજ સહેદોને ઇજાઓ કરી હતી જેથી પોલીસે યુવાનની ફરિયાદ લઈને નવ શખ્સોની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં નર્મદા હૉલ પાસે રહેતી આરીફ મીરની માતાએ ગઇકાલે ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ આજે સામાપક્ષેથી મોરબી કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ ઉપર મસ્તાન ચીકનની સામે રહેતા રહિમ ઉર્ફે ટકો વલીમહમદભાઇ ચાનીયા જાતે સંધી મુસ્લીમ (ઉ.૩૨) એ ઇમરાનભાઇ કરીમભાઇ મીંયાણા, ડેનીસભાઇ કિશોરભાઇ મીસ્ત્રી, અક્ષય ઉર્ફે ભોલો કિશોરભાઇ મીસ્ત્રી, સવો રમજુભાઇ ચાનીયા, રોહિત બાવાજી, પ્રેમલો દિપકભાઇ ઓડ, આરીફ ઇકબાલભાઇ ફલાણી રહે.બધા મોરબી કાલીકા પ્લોટ તેમજ રવિ કોળી ઉર્ફે બુચીયો અને ફૈજલ સંધીની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના મીત્ર ઇમરાનભાઇનો દિકરો રેહાન કાલીકા પ્લોટમા આવેલ એહમદશા મસ્જિદે નમાજ પઢવા ગયેલ હતો ત્યારે સામાપક્ષના મુસ્તાક મીરના દિકરા ફૈજ તથા આરીફ મીરના દિકરા નઇમ સાથે ઝગડો થયેલ હતો તેનો રોષ-ખાર રાખીને આરોપીઓએ એકસંપ કરી હથિયારો સાથે ફરિયાદી અને સાહેદોને ભુંડાબોલી ગાળો આપી હતી અને પથ્થર તથા સોડાની કાચની બોટલોના છુટ્ટા ઘા કરીને ફરિયાદીને ડાબા પગના પોંચાના ભાગે ઇજા કરી હતી જેથી પોલીસે તેની ફરિયાદ લઈને આઇ.પી.સી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૩૩૭ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ કરેલ છે
