મોરબીમાં રામધન આશ્રમ સામે સુપરમાર્કેટમાં ચોથા માળે જુગાર રમતા ચાર જુગારી ૬૧૫૦૦ ની રોકડ સાથે પકડાયા
મોરબીમાં શ્રીમદ રાજ સોસાયટી પાસે પ્રિન્સિપાલ જજની સરકારી ઇનોવા કારનો અકસ્માત
SHARE









મોરબીમાં શ્રીમદ રાજ સોસાયટી પાસે પ્રિન્સિપાલ જજની સરકારી ઇનોવા કારનો અકસ્માત
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રોડ પર શ્રીમદ રાજ સોસાયટી પાસેથી પસાર થતી પ્રિન્સિપાલ જજની સરકારી ઇનોવા કારની પાછળના ભાગમાં બાઇક ચાલકે પોતાનું બાઇક અથડાવ્યું હતું જેથી કરીને કારના બમ્પર અને બ્રેક લાઈટમાં નુકસાન થયું હતું માટે હાલમાં કારમાં ૨૦ હજારનું નુકશાન થયું હોવા અંગેની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રોડ ઉપર શ્રીમદ રાજ સોસાયટી પાસે જયેશ બંગ્લોઝ પાસેથી મોરબીના પ્રિન્સિપલ જજ ફેમિલી કોર્ટની સરકારી ઈનોવા કાર નંબર જીજે ૩૬ જી ૦૪૬૩ જઈ રહ્યા હતા ત્યારે તેની પાછળના ભાગમાં બાઇક નંબર જીજે ૩૬ કયું ૩૧૪૯ ના ચાલકે પોતાનું બાઇક ધડાકાભેર તેમાં અથડાવ્યૂ હતું જેથી કરીને જજની સરકારી કારમાં બમ્પર તથા બ્રેક લાઈટમાં નુકસાન થયું હતું માટે હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કારમાં ૨૦ હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાની ફરિયાદ મિચી શેરમાં મોચી મંદિર પાસે રહેતા પાર્થ જનકભાઈ ચૌહાણએ નોંધાવી છે જેથી બાઇક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
યુવતી ગુમ
માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા ભરતભાઈ વિઠ્ઠલભાઈ થરેશા જાતે કોળી (ઉંમર ૪૧) એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી આસાબેન (ઉંમર ૧૯) તા. ૨૬/૪ થી પોતાના ઘરે કોઇને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને આ બનાવ અંગે તેણે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમશૂધા નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
