હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

જુકેગા નહીં...: મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર આજથી મહિને ૧૦૦ કરોડનું ભારણ વધ્યું


SHARE

















જુકેગા નહીં...: મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર આજથી મહિને ૧૦૦ કરોડનું ભારણ વધ્યું

મોરબીમાં સીરામીક પ્રોડક્ટના ઉત્પાદન માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે આ ગેસના ભાવમાં આજથી ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રતિ કયુબિક મીટર ગેસના ભાવમાં રૂપિયા પાંચનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જેથી મોરબીના સિરામિક ઉદ્યોગ દૈનિક ત્રણ કરોડથી વધુ અને મહિને  અંદાજે ૧૦૦ કરોડનું ભારણ વધી જશે આટલું જ નહીં પરંતુ ઇન્ટર નેશનલ અને નેશનલ માર્કેટમાં હાલમાં મંદીનો માહોલ છે ત્યારે ઉદ્યોગકારોને સિરામિક ઉદ્યોગને ટકાવી રાખવો પણ મુશ્કેલ બની ગયો છે જેથી કરેને ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં જે પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે તેને પાછો ખેંચવામાં આવે તેવી માંગ મોરબીના સિરામિક એસો. દ્વારા કરવામાં આવી છે

મોરબી સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો વપરાશ અગાઉ દૈનિક ૭૦ લાખ ક્યુબીક મીટરથી વધી ગયો હતો જો કે, ગત ઓક્ટોમ્બર માહિનામાં ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં બે વખત વધારો કરવામાં આવ્યો હતો તેના લીધે કેટલાક કારખાના બંધ થયા હતા અને કેટલાક કારખાનેદારો તેના ઉત્પાદનમાં કાપ મૂક્યો હતો જેથી કરીને ગેસની માંગ ઘટીને લગભગ ૪૫ લાખ કયુબિક મીટર ગેસ સુધીની થઈ ગયેલ હતી પરંતુ છેલ્લા દિવસોમાં કેટલાક નવા કારખાન કાર્યરત થવાથી તેમજ બંધ કરવામાં આવેલ યુનિટોને ચાલુ કરવામાં આવતા ફરી પછી નેચરલ ગેસની માંગ મોરબીમાં વધી છે ત્યારે આજે તા.૧ થી  ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર ત્રણ કરોડથી વધુ અને મહિને ૧૦૦ કરોડનું ભારણ ભારણ વધી જશે અને સિરામિક પ્રોડક્ટની પડતર કિંમત વધી જશે જેથી કરીને ઇન્ટર નેશનલ અને નેશનલ માર્કેટમાં ટકી રહેવું પણ મુશ્કેલ બની જશે તેવું મોરબી ફ્લોર ટાઇલ્સ પ્રમુખ વિનોદભાઇ ભાડજાએ જણાવ્યુ છે

મોરબી વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ જણાવ્યુ છે કે, મોરબીના સિરામિક એસો. દ્વારા અગાઉ એક નહીં પરંતુ અનેક વખત ગુજરાત ગેસ કંપનીમાં ગેસના ભાવ વધારાની ૧૫ થી ૨૦ દિવસ પહેલા જાણ કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે જો કે, ગુજરાત ગેસ કંપની દ્વારા તેને ધ્યાને લેવામાં આવતી નથી અને રાતોરાત ભાવ વધારો ઈમેલ મોકલાવીને કરી આપવામાં આવે છે તેવી જ રીતે હાલમાં ભાવ વધારો કરવામાં આવેલ છે જેથી મોરબીમાં તા ૩૦ સુધી ગુજરાત ગેસ કંપની દ્વારા ૫૮ રૂપિયાના ભાવથી ગેસ આપવામાં આવતો હતો જે તા ૧ થી સીધો જ પાંચ રૂપિયાનો વધારો કરીને ૬૩ રૂપિયાના ભાવથી આપવામાં આવશે અને તેના ઉપર ૬ ટકા ટેક્સ લાગશે એટલે ઉદ્યોગકારોને પ્રતિ કયુબિક મીટર ગેસ ૬૬.૭૦ ના ભાવથી મળશે આ પરિસ્થિતિમાં કારખાના ચલાવવા મુશ્કેલ બની ગયા છે ત્યારે ઉદ્યોગકારોના વર્તુળમાંથી મળતી માહિતી મુજબ કેટલાક કારખાના આગામી દિવસોમાં હજુ પણ બંધ કરવામાં આવે તેવી શક્યતા છે

અગાઉ ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તે ઉદ્યોગકારોને નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટ પાસ ઓન કરવામાં પરસેવો છૂટી ગયો છે ત્યાં ગેસ કંપની દ્વારા પહેલી મે એટલે કે આજે રવિવારથી ગેસના ભાવમાં પાંચ રૂપિયાનો તોતીંગ વઘારો કરવામા આવ્યો છે જેથી અહીના ઉદ્યોગકારોને ડોમેસ્ટીક અને ઇન્ટર નેશનલ માર્કેટમાં ટકવું મુશ્કેલ બની રહેશે આટલું જ નહીં પરંતુ મોટાભાગના ઓર્ડર એડ્વાન્સમાં લીધેલા હોય છે જેથી કરીને તેમાં માલની કિંમત પહેલા જ નક્કી કરવામાં આવી હોય છે જેથી કરીને આવા ઓર્ડર ઉદ્યોગકારોને ખોટ ખાઈને પૂરા કરવા પડતાં હોય છે




Latest News