જુકેગા નહીં...: મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર આજથી મહિને ૧૦૦ કરોડનું ભારણ વધ્યું
મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા જ્ઞાન, દાન અને સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા જ્ઞાન, દાન અને સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા રવાપર રોડ પર નીલકંઠ વિદ્યાલય ખાતે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાન, જ્ઞાન અને સન્માનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો અને આ કાર્યક્રમમાં ગોપાલભાઈ ચારોલા પરિવાર દ્વારા ૧૦૦૦ સગર્ભા મહિલાઓને ‘બાળ ઉછેર બે હાથમાં’ પુસ્તક ભેટ આપવામાં આવી હતી અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પોતાની ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટમાંથી મોરબી અને માળીયા તાલુકાની ૨૬૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં બે બે પુસ્તક અર્પણ કરેલ છે તો મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન અજય લોરીયા દ્વારા મોરબીના આંગણવાડી કેન્દ્રોમાં બાળ ઉછેર બે હાથમાં પુસ્તક આપેલ છે અને આ કાર્યક્રમમાં ‘બાળ ઉછેર બે હાથમાં’ પુસ્તકની ૨૫૦૦૧ પ્રિન્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું અને ત્યારે દાતાઓનું શાબ્દિક સન્માન કરવામાં હતું આ તકે બગથળા નકલંક મંદિરના દામજી ભગત, ડો.જ્યંતીભાઈ ભાડેસીયા, ડો. દિપકભાઈ બાવરવા, ડો.મનુભાઈ કૈલા, ડી.એલ.રંગપડીયા, નિલેશભાઈ જેતપરિયા, હરેશભાઇ બોપલીયા, વિનોદભાઈ ભાડજા સહિતના હાજર રહ્યા હતા અને ડો.સતિષભાઈ પટેલે જણાવ્યું હતું કે મોરબી જેમ ઉદ્યોગક્ષેત્રે અગ્રીમ હરોળમાં છે એમ સાહિત્ય ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે નામી લેખકોના પુસ્તકો પણ આ ઉંચાઈ સુધી નથી પહોંચી શકતા ત્યારે મોરબીની સાહિત્યપ્રેમી જનતાએ બાળ ઉછેર બે હાથમાં પુસ્તક વાંચ્યું છે, વાગોળ્યું છે અને વખાણ્યું છે ત્યારે આ પ્રસંગે પુસ્તકને સહયોગ આપનાર તમામ દાનવીર દાતાઓનો આ તકે ઋણ સ્વીકાર કરું છું." રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અને કાર્યક્રમને સફળ બનાવવા એ.આર.ચંદ્રાસલા તેમજ જીત વડસોલા અને નવનીત કાસુન્દ્રાએ જહેમત ઉઠાવી હતી.
