મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાંથી મોપેડ ચોરીને ગાંધીધામમાં વેચનારા પાંચ રીઢા ચોર ૨૩ ચોરાઉ ટીવીએસ સાથે પકડાયા


SHARE







મોરબીમાંથી મોપેડ ચોરીને ગાંધીધામમાં વેચનારા પાંચ રીઢા ચોર ૨૩ ચોરાઉ ટીવીએસ સાથે પકડાયા

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી વાહન ચોરીના બનાવ વધી રહ્યા હતા જેથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમા હતી ત્યારે ચોરી કરેલ ટીવીએસ હેવી મોપેડ ૨૩ મોટર સાયકલ સાથે રીઢા પાંચ ચોરને પકડી પડેલ છે અને પોલીસે કુલ મળીને ૫,૭૫,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ જીલ્લામાં પોલીસ કામ કરી રહી છે ત્યારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમા હતી ત્યારે પીએસઆઈ એસ.એમ.રાણા સહિતનાને મળેલ ચોક્કસ હકિકત આધારે મોરબી નાની કેનાલ રોડ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે બે ઈસમો અલગ અલગ ટીવીએસ મોપેડ મોટર સાયકલ લઈને આવતા હતા તેને રોકીને પોલીસે પૂછપરછ કરતાં બલુભાઇ દેવજીભાઇ વારૈયા જાતે દેવીપુજક (ઉ.૪૦) રહે. ભાવનગર રોડ દૂધસાગર રોડ દૂધની ડેરીની પાછળ મફતીયાપરામાં રાજકોટ વાળો હતો અને તેની પાસે જીજે ૩ કેએ ૦૯૭૮ હતું જેના કાગળો હતા નહીં માટે પોકેટ મોબાઈલથી સર્ચ કરી જોતા તે બીજાના નામનું મોપેડ હતું જેની રાજકોટમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી

જ્યારે બીજા શખ્સનું નામ ડાયાભાઇ અમરશીભાઇ વડેચા જાતે દેવીપુજક (ઉ.૪૫) રહે. અંજાર રોડ કેનાલની બાજુમાં શનિદેવ ભરડીયા સામે ઝુપડપટ્ટી આદીપુર વાળો હતો અને તેની પાસે જીજે ૩૬ એન ૪૬૧૮ નંબરનું મોપેડ હતું જેના કાગળો હતા નહિ જેથી વિશ્વાસમા લઇ યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા તેને સાતેક દિવસ પહેલા બલુભાઇ દેવજીભાઇ વડેચા સાથે મોરબી શાકમાર્કેટ પાસેથી ચોરી કરીને વેચાણ કરવા માટે આપેલ હોવાનુ કબૂલ્યું હતું અને મોપેડની ચોરી થઈ હોવાની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાઈ હતી ત્યાર બાદ બન્ને ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા બંનેએ મોપેડ ચોરીને નાની વાવડી ગામ કબીર આશ્રમ પાછળ આવેલ બાવળની કાટમા રાખેલ હોવાનું સામે આવ્યું હતું ત્યાં છે કરીને ૧૧ ટી.વી.એસ મોટર સાયકલો કબજે કર્યા હતા

તેમજ આરોપીની વધુ પુછપરછ કરતા પોતે મોરબી શહેરમાથી ચોરેલ ૭ મોપેડ ગાંધીધામ આરોપીઓના રહેણાક મકાનમાં રાખ્યા હતા ત્યાથી કબ્જે કરેલ છે અને બલુભાઇ દેવજીભાઇ વડેચાએ ગાંધીધામ શહેરમા અલગ અલગ જગ્યાએ વહેચી નાખેલ ૩ મોપેડ અને આમ કુલ ૨૩ ટીવીએસ મોપેડ જેની કિંમત ૫,૭૫૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને હાલમાં આરોપી બલુભાઇ દેવજીભાઇ વડેચા, ડાયાભાઇ અમરશીભાઇ વડેચા તેમજ રમેશભાઈ ચતુરભાઈ પટણી જાતે દેવીપુજક (ઉ.૩૭) રહે. હાલ લીલાશા કુટીયા ઈસ્કોન મંદીર પાસે આદીપુર મુળ રહે ગાંધીધામ જીલ્લો પુર્વ કચ્છ, દેવજીભાઈ રમેશભાઈ કુવરીયા જાતે દેવીપુજક (ઉ.૨૨) રહે આદીપુર ગોલ્ડન સીટી કેનાલની બાજુમા તાલુકો ગાંધીધામ અને કાંતીભાઈ બાબુભાઈ વડેચા જાતે દેવીપુજક (ઉ.૪૦) રહે. ખેડોઈ ગામ તાલુકો અંજાર વાળાની ધરપકડ કરેલ છે

વધુમાં પોલીસે જણાવ્યુ હતુ કે, આરોપી બલુભાઇ દેવજીભાઇ વારૈયા, ડાયાભાઇ અમરશીભાઇ વડેચા અગાઉ ગાંધીધામ સીટી એ ડીવીજન પોસ્ટેમા આઈ.પી.સી.કલમ ૩૦૨ ના ગુન્હામા ૩ વર્ષની પાલારા જેલમા સજા ભોગવેલ છે અને આરોપી બલુભાઇ દેવજીભાઇ વારૈયાએ મોરબી શહેર તથા રાજકૉટ શહેરમા અલગ અલગ જગ્યાએ પાર્ક કરેલ મોપેડની સમયાંતરે ચોરીઓ કરેલ છે અને ખાસ કરીને શાકભાજીની માર્કેટ, માર્કેટયાર્ડ, બસ સ્ટેન્ડ તથા ભીડ ભાડ વાળી જગ્યાઓએ પાર્ક કરેલ વાહનોમાંથી ફક્તને ફક્ત ટીવીએસ મોપેડની જ ચોરી કરતાં હતા અને સામાન્ય કિંમતે તે વેંચી નાખતા હત




Latest News