મોરબી કંડલા બાયપાસ ઉપરથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
SHARE









મોરબી કંડલા બાયપાસ ઉપરથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
મોરબીના કંડલા બાયપાસ ઉપરથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હોય તે અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે હાલમાં મૃતક યુવાનની ઓળખ મેળવવા આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના કંડલા બાયપાસ ઉપર રવિરાજ ચોકડી નજીક આવેલા રાધે ભરડીયા (નવરચના સ્ટોન) ની નજીકથી આશરે ૪૫ વર્ષીય અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તે અંગે નવ રચના સ્ટોનમાં નોકરી કરતા ખેંગારભાઈ ઝાલાએ પોલીસને જાણ કરી હતી.જેથી કરીને તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ તપાસ હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન આશરે ૪૫ વર્ષો હોય અને ભીક્ષુકની જેમ અહીંતહીં રખડતો હોવાનું ત્યાંના આસપાસના લોકોમાંથી જાણવા મળ્યું છે.જોકે હાલ મૃતકની ઓળખ થઇ શકી ન હોય મૃતકની ઓળખ મેળવીને તેના વાલીવારસને શોધવામી દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
આધેડનું મોત
મોરબીના સામાકાઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ જુની કુબેર ટોકીઝની પાછળના ભાગે આવેલા મફતીયાપરા વિસ્તારમાં રહેતા ઉકાભાઇ સોમાભાઈ ત્રેવાડીયા નામના ૫૫ વર્ષીય કોળી વૃદ્ધને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા જયાં ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેકને લીધે તેઓનું મોત નીપજ્યું હોવાનું પોલીસને જણાવ્યું હતુ.જે અંગે બનાવની જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના જેતપર ગામનો રહેવાસી નરેશભાઈ દુર્લભજીભાઈ સાંતલા નામનો ૩૨ વર્ષીય યુવાન ગામમાં ટ્રકમાંથી નિચે પડી જતાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના આમરણ ગામના રહેવાસી મનોજભાઇ કિશનભાઇ રામાવત નામના પચાસ વર્ષિય આધેડ આમરણ અને બગથળા વચ્ચે રોડ ઉપરથી એકટીવા લઈને જતા હતા ત્યારે રસ્તામાં એકટીવા સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત મનોજભાઇને પણ સારવાર માટે ખસેડાયા હતા.
