મોરબીમાં પાલિકા પ્રમુખના હસ્તે યોગ શિબિરમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરાયા
SHARE









મોરબીમાં પાલિકા પ્રમુખના હસ્તે યોગ શિબિરમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરાયા
ગુજરાત રાજ્ય યોગ ર્બોડના ટીમ લીડર દિલીપભાઈ કંજારીયા, યોગ ટ્રેનર ગૌતમભાઈ ચાવડા અને યોગ ટ્રેનર પુનમબેન દ્રારા એક મહીના સુધીની યોગ શીબર અહીંના ગોકુળનગર ખાતે ચાલતી હતી.જેનો તા.૧-૫ ના રોજ છેલ્લો દિવસ હોવાથી વહેલી સવારે ૬ થી ૭ ગોકુલનગર પ્રા. શાળામાં યોગ સાધકોને ઇનામ વિતરણ અને યોગ સાધકો દ્વારા અલગ અલગ યોગ ઇવેન્ટ રાખવામાં આવેલ હતી.જેમાં મુખ્ય અતિથી તરીકે ગુજરાત યોગ બોર્ડનાં કો-ઓર્ડીનેટર વાલજીભાઈ પી.ડાભી તથા ગોકુલનગર સ્કૂલનાં પ્રિન્સિપાલ વિનોદભાઇ, નિતેશભાઇ તથા
મોરબી નગર પાલિકાનાં પ્રમુખ કે. કે. પરમાર, વોડ નં.૧૧ નાં પ્રમુખ રોહિતભાઈ કંઝારિયા, સામજીક આગેવાન પ્રભુદાસભાઈ ડાભી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં ટ્રેનર્સ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જેના ઇનામ તરીકે બાળકોને પ્રભુભાઇ મોહનભાઈ કંજારીયા તરફથી શૈક્ષણીક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મહાનુભાવો દ્વારા બાળકોને યોગ વિશેની માહિતી પણ આપવામાં આવી હતી.
