મોરબીમાં પાલિકા પ્રમુખના હસ્તે યોગ શિબિરમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરાયા
મોરબીના ઘૂંટુ રોડ ઉપર બાઇક આડે કુતરૂ ઉતરતા સર્જાયેલ વાહન અકસ્માતમાં યુવાનનું મોત
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1651393802.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીના ઘૂંટુ રોડ ઉપર બાઇક આડે કુતરૂ ઉતરતા સર્જાયેલ વાહન અકસ્માતમાં યુવાનનું મોત
મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં યુવાન બાઇક લઇને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે મોડી રાત્રીના અગીયારેક વાગ્યે તેના બાઇકની આડે અચાનક કુતરૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયુ હતુ અને યુવાન રોડ ઉપર પટકાતા તેને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઉપરોકત બવાન અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથક ખાતે જયસુખભાઇ મોહનભાઈ ભટ્ટી જાતે કુંભાર (ઉમર ૫૩) રહે.ભક્તિનગર સોસાયટી સમર્પણ હોસ્પિટલ પાછળ સમાકાંઠે મોરબી-૨ એ જાણ કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓના નાનાભાઈ જયેશભાઈ મોહનભાઈ ભટ્ટી જાતે કુંભાર (ઉમર ૪૬) રહે.શાંતીવન સોસાયટી જીલટોપ સિરામીકની સામે જુના ઘુંટુ રોડ સામાકાંઠે મોરબી-૨ વાળા ગત તા.૨૯-૪ ના રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં તેઓનો બાઇક નંબર જીજે ૩ બીએલ ૯૬૩૩ લઈને ઘર તરફ જઈ રહ્યા હતા.ત્યારે રસ્તામાં તેઓના બાઈક આડે અચાનક કૂતરૂ આડુ ઉતરતા સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં તેઓ રોડ ઉપર પટકાયા હતા અને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.જેથી કરીને તેમના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગરે બનાવની આગળની તપાસ હાથ ધરી હતી.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે આવેલા ભીમસર વિસ્તારમાં રહેતા વિપુલ જયેશ ઝાલા (૨૫) અને સજજન દિનેશભાઈ ઝાલા (૨૦) નામના બે યુવાનોને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતાં તેને સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા ઉજીબેન ભલાભાઇ ટીડાણી જાતે કોળી નામના ૭૨ વર્ષીય વૃદ્ધા ઘર પાસેથી પગપાળા જતા હતા ત્યારે શેરીમાં કોઈ કાર ચાલકે તેને હડફેટે લેતા ઉજીબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
યુવતી સારવારમાં
વાંકાનેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અલ્કાબેન સંજયભાઈ ગૌસ્વામી નામની અઢાર વર્ષીય યુવતી અજંતા ક્લોક નજીક કોઇ કારણોસર ફિનાઇલ પી જતાં તેણીને સારવાર માટે અહીંની સદભાવના હોસ્પિટલે ખસેડાઇ હતી બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.એલ.રોજાસરાએ પ્રાથમિક તપાસ કરી હતી.જ્યારે મોરબીના પંચાસર રોડ ભારતનગર મફતપરા વિસ્તારમાં રહેતા સુખા મંગાભાઈ કોળી નામનો ૧૩ વર્ષનો યુવાન પંચાસર રોડ ઉપરથી જતો હતો ત્યારે તેને વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)