જીવલેણ અકસ્માત પહેલા જાગશે ?: મોરબીમાં અનેક સ્થળે ગટરના ખુલ્લા કે તૂટેલા ઢાંકણા સુરતનું પુનરાવર્ત કરશે ! મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે ભજન સંધ્યામાં દરમ્યાન અનન્ય સેવા બદલ જયુભા જાડેજા નિર્મલભાઈ જારીયા નૈમિષભાઈ પંડિત સહીતનાઓને સન્માનીત કરાયા


SHARE













મોરબી જલારામ મંદિર ખાતે ભજન સંધ્યામાં દરમ્યાન અનન્ય સેવા બદલ જયુભા જાડેજા નિર્મલભાઈ જારીયા નૈમિષભાઈ પંડિત સહીતનાઓને સન્માનીત કરાયા

અહીંના સ્વ.કનુભાઈ કેશવલાલ પંડિત પરિવારના સૌજન્યથી મોરબી જલારામ મંદિર ખાતે ભજન સંધ્યા યોજાઇ હતી.મોરબીના શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પ.પૂ.બાળવિદુષી રત્નેશ્વરીબેનના વ્યાસાસને ૧૫ પોથી સહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ અનેરુ આયોજન તા.૨૪-૪ થી ૨૯-૪ દરમિયાન કરવામા આવ્યુ હતુ.જે અંતર્ગત સ્વ.કનુભાઈ કેશવલાલ પંડિત પરિવારના સૌજન્યથી 'રામ નામ કે હીરે મોતી' ફેઈમ અશોકભાઈ ભાયાણીની ભજન સંધ્યાનુ આયોજન કરવા મા આવ્યુ હતુ.જેમા બહોળી સંખ્યામા લોકો જોડાયા હતા.આ પ્રસંગે શ્રી જલારામ પ્રાર્થના મંદિરના સેવાકાર્યોના પ્રેરણા સ્ત્રોત એવા જાડેજા પરિવાર (જયદીપ એન્ડ કંપની) ના મોભી જયુભા જાડેજા, નિર્મલભાઈ જારીયા, સ્વ.કનુભાઈ પંડિતના સુપુત્રો નૈમિષભાઈ પંડિત તથા નેવિલભાઈ પંડિત સહીતના અગ્રણીઓનુ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિતભાઇ કક્કડ, નરેન્દ્રભાઈ રાચ્છ, રમણીકભાઈ ચંડીભમર, ભાવિનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર સહીતનાઓ દ્વારા સાલ ઓઢાળી સન્માન કરવામા આવ્યુ હતુ.આ તકે બહોળી સંખ્યામા રાજકીય-સામાજીક અગ્રણીઓ જેમા કૃષ્ણસિંહ જાડેજા, રૂચિરભાઈ કારીયા, નેવિલભાઈ પંડિત, નિલેષભાઈ ખખ્ખર, કિશોરભાઈ ચિખલીયા, તેજશભાઈ બારા, કેતનભાઈ વિલપરા, રાજુભાઈ કાવર, સુરેશભાઈ ગોસ્વામી, ચેતનભાઈ એરવાડીયા, દીનેશભાઈ ભોજાણી, કીશોરભાઈ ચંડીભમર, વિરલભાઈ બુધ્ધદેવ, કાજલબેન ચંડીભમર,પરેશભાઈ કાનાબાર, કુલદીપભાઈ રાજા,ગૌરવભાઈ કારીયા, નેહલભાઈ કોટક, જયેશભાઈ કોટક, જનકભાઈ હીરાણી સહીતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, શબવાહિની સેવા, એમ્બ્યુલન્સ સેવા,દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની સેવા, અસ્થિ વિસર્જન સેવા, પદયાત્રીઓ ની સેવા, વિનામુલ્યે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ, ફ્રિઝ શબ પેટી, મેડીકલ સાધનો ની સેવા જેવી વિવિધ પ્રકાર ની માનવસેવા સર્વજ્ઞાતિય પ્રદાન કરવામા આવે છે ત્યારે જલારામ મંદિર સ્થિત સેજપાલ હોલના ઉપરના ભાગમા વિશાળ એ.સી. હોલનુ નિર્માણકાર્ય ટુંક સમયમા શરૂ થશે તેમ યાદીમા જણાવ્યુ છે.








Latest News