મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં કાળજાળ ગરમીમાં વિનામૂલ્યે છાશ વિતરણ કરાયું


SHARE









મોરબી અને વાંકાનેરમાં કાળજાળ ગરમીમાં વિનામૂલ્યે છાશ વિતરણ કરાયું

વાંકાનેર ખાતે ગત તા.૧૩-૪ જૈનોના ૨૪ મા તીર્થંકર શ્રી મહાવીર જયંતીના દિવસથી રોજ પટેલ ઓઇલ મીલ દ્વારા પરિસ્થિતિને ધ્યાને રાખી ઉનાળાની ઋતુમાં સૌપ્રથમ વખત નિ:સ્વાર્થ ભાવે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું  છે.જેમાં રોજ અંદાજે ૫૦૦ થી ૭૦૦ જેટલા સ્થાનિક લોકો રાહદારીઓ લાભ લઇ રહ્યા છે.આ કાર્યક્રમ ઉનાળાની ઋતુમાં તપતા તંદૂર જેવો માહોલ મોટાભાગે લોકો મહેસૂસ કરી રહ્યા છે ત્યારે વાંકાનેરમાં પટેલ ઓઇલ મીલ ખાતે પોતાની ચેમ્બરમાં જાહેર માર્ગ પર યુવાનો, વૃદ્ધો, બાળકો પસાર થતા લોકોને ઠંડી મસાલેદાર છાશનું વિતરણ કરી લોકોના આશીર્વાદ મેળવી રહ્યા છે.જેમાં પટેલ ઓઇલ મીલના અરવિંદભાઈ પટેલ, સમીરભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ સહિત સમગ્ર સ્ટાફના અશોકભાઈ દેગામા હિતેશભાઈ સારદીયા વિશાલભાઈ ખાંડેખા, શક્તિભાઈ આચાર્ય, અમીતભાઈ શાહ સહિતના સેવાકાર્યમાં સવારના ૧૧ વાગ્યાથી છાશ કેન્દ્ર શરૂ કરી દેવામાં આવે છે આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર માનવસેવા પૂરતો છે હાલ ઉનાળાની ઋતુમાં તાપમાનની ડીગ્રી દિનપ્રતિદિન વધી રહી છે એવા સમયે સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.તેમજ ધોમ ધખતા ૪૪ ડિગ્રીના તાપને ધ્યાનમાં રાખીને મોરબીના હિન્દુ સેવા સંગઠન દ્વારા અહીંના નવાડેલા રોડ પર રીધ્ધી ફટાકડા પાસે ઠંડી મસાલેદાર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતુ.જેમા પૂર્વ કાઉન્સિલર દિપકભાઈ પોપટ, વોડૅ નંબર ૭ ના કાઉન્સિલર આસીફભાઈ ઘાંચી સહીતના સેવાભાવીઓ હાજર રહ્યા હતા.




Latest News