મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું મોરબીના લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
Morbi Today

મોરબી અને રાજકોટમાંથી૨૩ મોપેડની ચોરી કરનારા સહિતના પાંચ આરોપી જેલ હવાલે


SHARE













મોરબી અને રાજકોટમાંથી૨૩ મોપેડની ચોરી કરનારા સહિતના પાંચ આરોપી જેલ હવાલે

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી વાહન ચોરીના બનાવ વધી રહ્યા હતા જેથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમા હતી ત્યારે ચોરી કરેલ ટીવીએસ હેવી મોપેડ ૨૩ મોટર સાયકલ સાથે રીઢા પાંચ ચોરને પકડી પડેલ હતા અને પોલીસે કુલ મળીને ૫,૭૫,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ હતો આ આરોપીના રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે

સામાન્ય રીતે બાઈકની ચોરી વધુ કરવામાં આવતી હોય છે જો કે, મોરબી શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મોપેડની ચોરીઓ કરવામાં આવી રહી હતી જેથી કરીને મોપેડની ચોરી કરતી ગેંગને પકડવા માટે પોલીસે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી હતી તેવામાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમા હતી ત્યારે પીએસઆઈ એસ.એમ.રાણા સહિતનાને મળેલ ચોક્કસ હકિકત આધારે મોરબી નાની કેનાલ રોડ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે બે ઈસમો અલગ અલગ ટીવીએસ મોપેડ મોટર સાયકલ લઈને આવતા હતા તેને રોકીને પોલીસે પૂછપરછ કરતાં બલુભાઇ દેવજીભાઇ  વડેચા  જાતે દેવીપુજક (ઉ.૪૦) રહે. ભાવનગર રોડ દૂધસાગર રોડ દૂધની ડેરીની પાછળ મફતીયાપરામાં રાજકોટ અને ડાયાભાઇ અમરશીભાઇ વડેચા જાતે દેવીપુજક (ઉ.૪૫) રહે. અંજાર રોડ કેનાલની બાજુમાં શનિદેવ ભરડીયા સામે ઝુપડપટ્ટી આદીપુર વાળો હતો તેની પાસે રહેલા બે મોપેડના કાગળો હતા અને ત્યાર બાદ તેની કબૂલાતના આધારે પોલીસે તેની પાસેથી મોરબી અને ગાંધીધામમાંથી કુલ મળીને ૨૩ ચોરાઉ ટી.વી.એસ મોટર સાયકલો કબજે કર્યા હતા અને વધારાના બીજા ત્રણ આરોપી રમેશભાઈ ચતુરભાઈ પટણી જાતે દેવીપુજક (ઉ.૩૭), દેવજીભાઈ રમેશભાઈ કુવરીયા જાતે દેવીપુજક (ઉ.૨૨) અને કાંતીભાઈ બાબુભાઈ વડેચા જાતે દેવીપુજક (ઉ.૪૦) ને પકડાયા હતા અને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટના આદેશ મુજબ પાંચેય આરોપીઓને હાલમાં મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે








Latest News