મોરબી અને રાજકોટમાંથી૨૩ મોપેડની ચોરી કરનારા સહિતના પાંચ આરોપી જેલ હવાલે
માળિયા મિંયાણાના ખીરઇ ગામ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતાં એકનું મોત, એક સારવારમાં
SHARE









માળિયા મિંયાણાના ખીરઇ ગામ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતાં એકનું મોત, એક સારવારમાં
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના ખીરઇ ગામના પાટીયા પાસે આજે તા.૨ ના વહેલી સવારે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ડબલ સવારીમાં જઈ રહેલા બાઇકને કોઇ ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા એક યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે હાલ સુરેન્દ્રનગર લઈ જવાયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રો તેમજ માળીયા મીંયાણા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માળીયા મીંયાણાના ખીરઇ ગામના પાટિયા પાસે તા.૨-૫ ના વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં વહેલી સવારે બાઈકમાં જઈ રહેલ ગગાભાઈ ઉર્ફે દાદુ સુમારભાઇ જામ જાતે મિંયાણા (ઉમર ૧૮) રહે.ફતેપર વાંઢ વિસ્તાર તા. માળીયા મીંયાણા જી.મોરબી તથા અન્ય એક યુવાન બંને ડબલ સવારીમાં બાઈકમાં જતા હતા ત્યારે તેઓને કોઇ અજાણ્યા ટ્રક ચાલકે ખીરઇ ગામના પાટિયા પાસે હડફેટે લીધા હતા.જે અકસ્માત બનાવવા ગંભીરપણે ઘવાયેલા ગગાભાઈ સુમારભાઈ જામ નામના ૧૮ વર્ષીય યુવાને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર અર્થે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લઇ જવાયો હતો જોકે તેને વધુ ગંભીર ઇજાઓ જણાતા વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં રસ્તામાં ગગાભાઇ જામનું મોત નિપજ્યુ હતું.તેમજ મૃતક ગગાભાઈ સુમારભાઈ જામની સાથે પણ અન્ય એક યુવાન હતો અને તેને પણ ઇજાઓ પહોંચેલી હોય તેને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.બંને યુવાનો બાઈકમાં મોડીરાત્રીના ક્યાંથી કયાં જતા હતા..? અને કઈ રીતે વાહન અકસ્માત સર્જાયો તે અંગે હાલ માળીયા મીંયાણા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયાએ આગળની તપાસ હાથ ધરી છે.
