મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જન્મજ્યંતી પૂર્વે રાસ ગરબા યોજાયા: આજે યજ્ઞ-શોભાયાત્રાનું આયોજન


SHARE









મોરબીમાં પરશુરામ જન્મજ્યંતી પૂર્વે રાસ ગરબા યોજાયા: આજે યજ્ઞ-શોભાયાત્રાનું આયોજન

મોરબીમાં ગઇકાલે પરશુરામ ધામ ખાતે પરશુરામ દાદાની જન્મ જયંતી નિમિતે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભૂદેવો માટે રાસ ગરબનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ આ તકે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નીરજ ભટ્ટ, પરશુરામ ધામના સંચાલક ભુપતભાઈ પંડ્યા, જગદીશભાઈ ઓઝા, મોરબી સમસ્ત બ્રહ્મસમાજના કિશોરભાઈ શુક્લ, કેયુરભાઈ પંડ્યા, અમૂલભાઈ જોશી, નલિનભાઈ ભટ્ટ, દર્શનાબેન ભટ્ટ, પ્રવિણાબેન જિતેન્દ્રભાઈ ત્રિવેદી, સ્વયંભૂ જડેશ્વર મહાદેવા મંદિરના લઘુમહંત જિતેન્દ્રભાઈ રતિભાઈ ત્રિવેદી, પત્રકાર એશોસીએશનના પ્રમુખ અતુલભાઈ જોશી, ભાસ્કરભાઈ જોશી, હીમાંશુભાઈ ભટ્ટ, જીજ્ઞેશભાઈ ભટ્ટ, ઋષિભાઈ મહેતા, સુરેશભાઈ ગૌસ્વામી હાજર રહ્યા હતા અને આજે ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતિ નિમિતે વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિરે પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં ભૂદેવ પરિવારો સહપરિવાર જોડાશે




Latest News