મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ૧.૦૩ લાખની ચોરીના ગુનામાં મહિલા આરોપીની પણ ધરપકડ: ત્રણેય આરોપી રિમાન્ડ ઉપર


SHARE









મોરબીમાં ૧.૦૩ લાખની ચોરીના ગુનામાં મહિલા આરોપીની પણ ધરપકડ: ત્રણેય આરોપી રિમાન્ડ ઉપર

મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલા અમરરતન પેટ્રોલપંપમાંથી રોકડા રૂપિયા ૧.૦૩ લાખથી વધુની ચોરી કરવામાં આવી હતી અને જેની એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ હતી અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા તેના આધારે પોલીસે તપાસ કરીને પોલીસે પહેલા બે આરોપીઑની ધરપકડ કરી હતી બાદમાં મહિલા આરોપીની પણ ધરપકડ કરેલ છે અને તમામ મુદામાલ રિકવર કરવામાં આવેલ છે.

મોરબીના રવાપર રોડ ઉપર વાસ્તુ હિલ્સ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૭૦૩ માં રહેતા લીશાંતભાઈ ત્રિભોવનભાઇ દલસાણીયા જાતે પટેલ (ઉંમર ૨૮) એ બજાજ ડિસ્કવર લઇને લીલાપર ચોકડી પાસે આવેલ તેમના એસસાર કંપનીના અમરરતન પેટ્રોલ પંપે આવેલ બે અજાણ્યા પુરુષો અને એક અજાણી સ્ત્રી આમ કુલ મળીને ત્રણ વ્યક્તિઓની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને પેટ્રોલ પંપે આવેલ ત્રણેય વ્યક્તિના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા હતા જેના આધારે પીઆઇ વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફે તપાસ શરૂ કરી હતી અને અમરરતન પેટ્રોલપંપના ટેબલના ખાનામાં રૂપિયા ૧,૦૩,૪૬૦ ભરેલ બેગ ચોરી કરીને લઇ ગયા હતા તે આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી હતી અને આ ગુનામાં પહેલા પોલીસે પહેલા રોકડા ૮૨,૯૦૦ સાથે પિન્ટુ ઉર્ફે અજય કમાભાઇ મેથાણીયા જાતે દેવીપુજક (ઉ.૩૧) અને હરેશભાઇ જગુભાઇ અઘારીયા જાતે દેવીપુજક (ઉ.૨૦) ની ધરપકડ કરેલ હતી અને હાલમાં પોલીસે આરોપી પિન્ટુ ઉર્ફે અજયની પત્ની શોભનાની ધરપદ્ક કરેલ છે અને ચોરીમાં ગયેલ બાકીના મુદામાલને પણ રિકવર કરી લેવામાં આવેલ છે અને ત્રણેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.




Latest News