હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ


SHARE







મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

મોરબી જિલ્લાના શિક્ષકોમાં રહેલી એકતા, સહકાર અને ખેલદિલીની ભાવનાને ઉજાગર કરવાના શુભ આશયથી મોરબી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લાનાના શિક્ષકોની બે દિવસીય ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યુ હતું. આ ટુર્નામેન્ટમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી કુલ ૮ ટિમોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. જેમાં માળિયા તાલુકાની "માસ્ટર ઇલેવન" અને ટંકારા તાલુકાની "બેંગબેંગ' ટિમ વચ્ચે ફાઇનલ યોજાઈ હતી.જેમાં માળીયાની ટિમ વિજેતા જાહેર થઈ અને ટંકારની ટિમ રનર્સઅપ રહી હતી.બંને ટીમોને ટ્રોફી તેમજ તમામ ખેલાડીઓનું મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બેસ્ટમેન તરીકે રાહુલ બળાઈ, બેસ્ટ બોલર તરીકે નિતીન પટેલ, બેસ્ટ ફિલ્ડર તરીકે ભીખાભાઈ ભોરણિયાનું સન્માન કરાયું હતું.સાથે મોરબી જિલ્લા પંચાયતની ટીમ ૩૦ મી સ્વ.બળવંતરાય મહેતા સિઝન બોલ ટુર્નામેન્ટ-૨૦૨૨, અમદાવાદ ખાતે યોજાઈ હતી તેમાં સેમી ફાઈનલ સુધી પહોંચી મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ તે બદલ તેના કેપ્ટન લલિતભાઈ ગોહિલ તેમજ અન્ય તમામ ખેલાડીનું અને રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવનાર મોરબીના શિક્ષિકા મિતલબેન કાંચરોલાનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું.

અંતમાં આ ટુર્નામેન્ટની વિજેતા ટિમ અને મોરબી જિલ્લા પંચાયતની ટિમ વચ્ચે ખાસ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા પંચાયતની ટિમ વિજેતા થઈ હતી.આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના શ્રેયાન અધિક્ષક પરેશભાઈ દલસાણીયા,  મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનાગ્રા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.શર્મિલાબેન હુંબલ, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચર, મોરબી જિલ્લા ટીચર્સ ટ્રેનિંગ કો.ઓ.પ્રવિણભાઈ ભોરણિયા, મોરબી જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબના મંત્રી તુષારભાઈ બોપલીયા, નવા નાગડાવાસના સરપંચ સુખાભાઈ ડાંગર, મોરબી જિલ્લાના તમામ તાલુકાના બી.આર.સી. અને સી.આર.સી. મિત્રો, તાલુકા શાળાના આચાર્યો જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા અને મહામંત્રી દિનેશભાઈ હુંબલ, માળિયા પ્રા.શિ. સંઘના મહામંત્રી હસુભાઈ વરસડા તેમજ જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ પ્રતિનિધિઓ, મોરબી જિલ્લા પંચાયતની ટીમના ખેલાડીઓ તેમજ મોટીબરારના શિક્ષક અનિલ બદ્રકિયાએ ખાસ જહેમત ઉઠાવી હતી. અને ખાસ આ ટુર્નામેન્ટના આયોજન જ્યાં કરવામાં આવ્યું હતું તે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડના સુરેશભાઈ ડાંગરનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.આ ટુર્નામેન્ટને સફળ બનાવવા સાથ અને સહકાર આપનાર અન્ય તમામ લોકોનો આયોજકોએ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News