મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં બેંક સાથે ૧૫ લાખની છેતરપિંડી કરનાર બેંકના મહિલા કર્મચારી વિરૂધ્ધ નોંધાયો ગુનો


SHARE













મોરબીમાં બેંક સાથે ૧૫ લાખની છેતરપિંડી કરનાર બેંકના મહિલા કર્મચારી વિરૂધ્ધ નોંધાયો ગુનો

મોરબીના લાલપર ગામ પાસે આવેલી ઇન્ડુસ્ઇન્ડ બેન્કમાં એટીએમમાં મુકવામાં આવેલી રકમ અને એટીએમમાંથી મળી આવેલી રકમ વચ્ચે ૧૫ લાખનો તફાવત હોય એટીએમનું સંચાલન જેને સોંપવામાં આવેલ હતુ તે એટીએમ કસ્ટોડિયન મહિલા કર્મચારી વિરૂધ્ધ તાલુકા પોલીસમાં રૂપિયા ૧૫ લાખની ઉચાપત કર્યાની બેંકના કલ્સ્ટર મેનેજર દ્રારા ફરિયાદ નોંધાવવા આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઇન્ડુસ્ઇન્ડ બેંકના કલ્સ્ટર બ્રાન્ચ મેનેજર હાર્દિક હરીશભાઇ માંકડ જાતે નાગર બ્રાહ્મણ (૪૨) રહે.જામનગર સત્યમ હોટલ પાસે વાળાએ તેઓના હેઠળ આવતી મોરબીના લાલપર ગામની સીમમાં ઈશાન સીરામીક ઝોનમાં આવેલ ઇન્ડસઇન્ડ બેન્કના એટીએમ કસ્ટોડિયન નેહાબેન ધનસુખભાઈ ગજ્જર વિરુદ્ધ ઉપરોક્ત બાબતે રૂપિયા ૧૫ લાખની ઉચાપત અંગે ફરિયાદ નોંધાવેલ છે.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હાર્દિકભાઈ માંકડ દ્વારા તેઓના બેન્કની અંદર એટીએમના કસ્ટોડિયન તરીકે કામ કરતા નેહાબેન ધનસુખભાઈ ગજજર રહે.સુમતિનાથ સોસાયટી વાવડી રોડ મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.જેમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબીના સામાકાંઠે લાલપર ગામની સીમમાં ઈશાન સીરામીક ઝોનમાં ઇન્દુસીન્ડ બેંકનું એટીએમ આવેલ છે અને એ એટીએમનું સંચાલન એટીએમ કસ્ટોડિયન નેહાબેન ગજ્જરને સોંપવામાં આવેલ હતું અને દરમ્યાન પોતે બ્રાન્ચ મેનેજર હોય એટીએમમાં રહેલા બેલેન્સ સિસ્ટમ પ્રમાણે છે કે નહીં તે જોવા માટે ચેકીંગ કરવામાં આવ્યુ હતુ.તા.૩-૪ ના રોજ એટીએમની બેલેન્સ ચેક કરવામાં આવતા બેન્ક એકાઉન્ટ પ્રમાણે રકમ રૂા.૩૩,૮૮,૨૦૦ હોવી જોઇએ જોકે એટીએમનું કેસ વેરિફિકેશન કરવામાં આવતા તેમાંથી રૂા.૧૮,૮૮,૨૦૦ રોકડા મળી આવ્યા હતા તેમજ કસ્ટમરના ટ્રાન્જેક્શન કેન્સલ થયા હોય તે પેટના રૂા.૩૦૦૦ એટીએમના ડિસ્પેન્સન બોક્સમાંથી મળી આવ્યા હતા.જો કે એટીએમમાં હોવી જોઈએ તે રકમ કરતાં ૧૫ લાખ જેટલી રકમ ઓછી જણાઇ હતી અને એ રકમ એટીએમમાં ન રાખીને નેહાબેન ગજજર દ્વારા તે રકમનો પોતાના કોઈ અંગત ઉપયોગમાં વપરાશ કર્યો હોય અને તા.૨-૫ પહેલા કોઈપણ સમયે બેન્કના એટીએમમાંથી રૂા.૧૫ લાખ કાઢેલ હોય નેહાબેને બેંક સાથે ઉચાપત કરી હોય તે અંગે હાલ હાર્દિકભાઈ માંકડ દ્વારા તેમના બેંકના મહિલા કર્મચારી નેહાબેન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા કલમ ૪૦૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.જેની તપાસ મહિલા પીએસઆઇ વી.બી.પીઠીયા ચલાવી રહ્યા છે.




Latest News