વાંકાનેરના જુના વઘાસીયા ગામે પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો યોજાશે
SHARE









વાંકાનેરના જુના વઘાસીયા ગામે પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો યોજાશે
વાંકાનેર તાલુકાના જુના વઘાસીયા ગામે આવેલ પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો રાખવામા આવેલ છે અને તેમાં માતાજીના ભુવા સહિતના આગેવાનો હાજર રહેવાના હોય ઝાલા પરિવાર દ્વારા લોકોને ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા જૂના વઘાસીયા ગામે રહેતા જયુભા ભગવતસિંહ ઝાલા અને રાજેન્દ્રસિંહ (રાજનભાઈ) ભગવતસિંહ ઝાલા દ્વારા માહિતી આપતા જણાવ્યું છે કે, જુના વઘાસીયા ગામે પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો રાખવામાં આવેલ છે અને તા,૮ ના રોજ સવારે થાંભલી રોપણ કરવામાં આવશે ત્યાર બાદ રાત્રે ૮:૦૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૯ ના રોજ થાંભલી વધાવવામાં આવશે આ તકે માતાજીના ભુવા માંલુભા રૂપસંગજી (વઘાસીયા) અને કમલના ભુવા કનુભા રઘુભા (સાદુળકા) હાજર રહેવાના હોય આ ધાર્મિક કાર્યક્રમમાં સંતો-મહંતો અને આગેવાનો હાજર રહેવાના છે ત્યારે તમામ લોકોએ ધાર્મિક કાર્યક્રમો અને પ્રસાદનો લાભ લેવા માટે થઈને આયોજકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે
