વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈમાંની જગ્યામાં ભુપેન્દ્રભાઈ પટેલ-સી.આર.પાટીલની હાજરીમાં લોકાર્પણ-પાટોત્સવ યોજાશે


SHARE

















માળીયા (મી)ના વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈમાંની જગ્યામાં ભુપેન્દ્રભાઈ પટેલ-સી.આર.પાટીલની હાજરીમાં લોકાર્પણ-પાટોત્સવ યોજાશે

 માળીયા (મી) તાલુકાના વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈમાંની જગ્યા ખાતે આગામી તા.૧૭ ના રોજ નવા બનેલા ભોજનાલય, સભાખંડ, ગૌશાળાના લોકાર્પણનો કાર્યક્રમ અને તેની સાથોસાથ પરંપરાગત ૧૭મો પાટોત્સવ રાખવામાં આવેલ છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ તેમજ માજી મંત્રી જવાહરભાઈ ચાવડા, મંત્રી બ્રિજેશભાઇ મેરજા સહિતના આગેવાનો હાજર રહેવાના છે અને ત્યારે વ્યક્તિ વિશેષ લોકોનું સન્માન તેમજ અનુદાન આપનારા ભાવિકોનું સન્માન પણ રાખવામાં આવ્યું છે

આગામી તા,૧૭ ના રોજ માળીયા તાલુકાના વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈમાંની જગ્યા ખાતે જગન્નાથજી, સાધુ પ્રભુદાસજી તેમજ કિશનદાસજી અને આહીર સમાજ સંચાલિત માતૃશ્રી રામબાઈમાંની જગ્યા ટ્રસ્ટના પ્રમુખ જશુભાઇ હીરાભાઈ રાઠોડની આગેવાની હેઠળ ૧૭ માં પાટોત્સવ અને લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતાં આયોજકોએ જણાવ્યું છે કે, માતૃશ્રી રામબાઈમાંની જગ્યા ખાતે રાજ્ય સરકારના માજી મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા રાજ્યના સરકારના પ્રવાસન વિભાગની ગ્રાન્ટ આપવામાં આવી છે તેમાંથી વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવે છે જેમાં ભોજનાલય, સભાખંડ, ગૌશાળા વિગેરેનું લોકાર્પણ તેની સાથોસાથ ૧૭મો પાટોત્સવ યોજવાનો છે જેમાં રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ સહિતના આગેવાનો હાજર રહેવાના છે

વધુમાં માહિતી આપતા આયોજકોએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીઓમાંથી અત્યાર સુધીમાં બાબુભાઇ જશભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણી રામબાઈ માતાજીની જગ્યા માતાજીના દર્શન કરી આશીર્વાદ લેવા માટે અગાઉ આવી ચૂક્યા છે અને આગામી દિવસમાં યોજાનાર કાર્યક્રમમાં રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ આવી રહ્યા છે અને તેઓના હસ્તે તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ભોજનાલય તથા સભાખંડના બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવશે 

તો અતિથિ ભવન-૧ નું રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજા અને અતિથિ ભવન-૨ નું રાજ્યના માજી મંત્રી અને આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા લોકાર્પણ કરવાના છે અને ગૌશાળાનું રામબાઈમાંની જગ્યાના ખજાનચી મેણાંદભાઈ ડાંગરના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે અને ત્યાર બાદ વ્યક્તિ વિશેષ સન્માન તેમજ અનુદાન આપનાર ભાવિકોનું સન્માન કરવામાં આવશે તેમજ સમૂહ પ્રસાદ, વાસ્તુ યજ્ઞ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રીના સમયે ભજન અને સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં માયાભાઈ આહીર, બાબુભાઇ આહીર અને અપેક્ષાબેન પંડ્યા સહિતના કલાકારો પોતાની કલા રજૂ કરશે




Latest News