મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ટુર્નામેન્ટના માળીયા તાલુકાની ટીમ વિજેતા બની
મોરબી જીલ્લામા કોઇપણ ગામે પટેલ સમાજની વાડી બને તેમાં ઉમીયા નવરાત્રી મહોત્સવ આપશે ફાળો
SHARE









મોરબી જીલ્લામા કોઇપણ ગામે પટેલ સમાજની વાડી બને તેમાં ઉમીયા નવરાત્રી મહોત્સવ આપશે ફાળો
મોરબીમા અનેક સેવાભાવી સંસ્થાઓ સતત કાર્યશીલ છે ત્યારે મોરબીમાં કાર્યરત “ઉમીયા નવરાત્રી મહોત્સવ” કે જેના દ્વારા માઁ ની આસ્થાનુ પર્વ એટલે નવરાત્રી દરમ્યાન રસ ગરબાનું આયોજન કરવાં આવે છે જેમાં પાટીદાર સમાજની દીકરીઓ સહિતના સહપરિવાર ગરબા રમી શકે તેવી વધુ સારી સગવડ આયોજકો દ્વારા કરવામાં આવે છે અને આ આયોજનના મૂળમાં સૌથી સારી એક વાત એ પણ હતી કે આ રસોત્સવ થકી થતી આવકને સમાજ તેમજ લોકપયોગી કાર્યમા વાપરવાની છે મોરબી જીલ્લામા પટેલ સમાજની કોઇ પણ વાડી બને તેમા ૧,૧૧,૧૧૧ રકમ આપવાની જાહેરાત આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, કોરોના કેર સેન્ટરમા ૨૧ લાખ, લજાઇ ખાતે નવનિર્માણ પામતી મોરબી પાટીદાર સમાજવાડીમા ૫૧ લાખ તેમજ ટંકારા પાટીદાર સમાજમા ૧૧,૧૧,૦૦૦ અને મોરબીમા મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા પ્રોજેકટ, શહિદોના પરીવારને આર્થિક મદદ વિગેરેમાં ઉમીયા નવરાત્રી મહોત્સવનુ યોદગાન હંમેશા રહ્યુ છે ત્યારે તમામ હોદ્દેદારો તેમજ સ્વયંસેવકોના સહકારથી આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ જ રાખવામા આવશે
