મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું મોરબીના લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
Morbi Today

મોરબીના લખધિરપુર રોડે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં મૃતકના ભાઈએ નોંધાવી ફરિયાદ


SHARE













મોરબીના લખધિરપુર રોડે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં મૃતકના ભાઈએ નોંધાવી ફરિયાદ

મોરબીના લખધિરપુર રોડ ઉપરથી ડમ્પર લઇને પસાર થયેલા યુવાનનું ડમ્પર પલટી મારી રહ્યું  હતું જેથી યુવાન ડમ્પરમાંથી નીચે ઉતારીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બીજા ટ્રક ચાલકે તેને હડફેટે લેતા તેના ટાયર નીચે ચગડાઈ જતાં યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હાલ મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા દિલીપસિંહ ઉર્ફે દિલુભા પથુભા ઝાલા જાતે દરબાર (ઉ.૫૪)એ ટ્રક ટ્રેલર આરજે ૬ જીબી ૫૫૯૨ ના ચાલકની સામે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી શહેરના લખધિરપુર રોડ ઉપરથી ડમ્પર નંબર જીજે ૧૦ ઝેડ ૫૦૫૮ લઈને તેનો ભાઈ હરપાલસિંહ પથુભા ઝાલા (ઉંમર ૪૫) રહે. સકત સનાળા મોરબી વાળા જઈ રહ્યો હતો ત્યારે ડમ્પર રોડની સાઇડમાં પલટી મારી રહ્યું હતું જેથી કરીને તે ડમ્પરમાંથી નીચે ઉતારીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે હરપાલસિંહ ઝાલાને હડફેટે લેતા તેને કમરના ભાગે ઇજાઓ થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી પોલીસે હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને ટ્રક ટ્રેલરના ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 








Latest News