વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ગેરરીતી કરનાર સામે લેવાશે કડક પગલાં


SHARE

















મોરબીમાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ગેરરીતી કરનાર સામે લેવાશે કડક પગલાં

સરકાર દ્વારા ટેકાના ભાવની યોજના હેઠળ ચણાની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે આ ખરીદીમાં તકનો ગેરલાભ લઇ કેટલાક તત્વો દ્વારા ગેરરીતિ આચરતા હોવાનું જણાતાં રાજ્ય સરકારે કડક ચેતવણી આપી છે. ઉપરાંત વાવેતર અંગેના ખોટા દાખલા જેવી ગેરરીતિ ખુલશે તો ખેડૂતો, સહકારી મંડળી, તલાટી મંત્રી વગેરે સામે પગલા ભરાવામાં આવશે.

ખેડૂતોને વાવેતર વગર વેચાણમાં ગેરલાભ ઉઠાવવાના પ્રયાસ બદલ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની તમામ યોજનાઓમાં પાંચ વર્ષ માટે પ્રતિબંધ કરવામાં આવશે તેમ જણાવીને મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીએ ઉમેર્યું છે કે, આ તમામ કિસ્સાઓમાં ટેકાના ભાવે ખરીદાયેલ ચણાના જથ્થાની કિમતનું ચુકવણું પણ કરવામાં આવશે નહી. ઉપરાંત ખરીદી માટે ગુજકોમાસોલ દ્વારા નિયુક્ત થયેલ સહકારી મંડળીને આગામી બે વર્ષ માટે ટેકાના ભાવે ખરીદી માટે પ્રતિબંધિત કરવામાં આવશે તથા સહકારી વિભાગની અન્ય યોજનાઓમાં લાભ માટે પ્રતિબંધિત કરવામાં આવશે. ગામોમાં વાવેતરના ખોટા અપાયેલ દાખલાઓ માટે સબંધિત તમામ તલાટી કમ મંત્રીઓ સામે પણ વહીવટી પગલા ભરવામાં આવશે.સરકારી યોજનાઓમાં ગેરરીતિ સબબ સરકાર ખૂબ જ ગંભીર છે અને કડકમાં કડક પગલાં ભરવા કટિબદ્ધ છે. પરિણામે સાચા ખેડૂતોને પૂરેપૂરો લાભ મળે અને તકનો ગેરલાભ ઉઠાવનાર વ્યક્તિઓ સામે સરકાર દ્વારા લેવાયેલ કડક પગલાને લીધે ગેરલાભ અટકશે તેમ જિલ્લા ખેતીવાડી આધિકારી દ્વારા જણાવાયું છે.




Latest News