માળીયાના જુના ઘાંટીલા અને ખાખરેચી રોડે ઓવરલોડ દોડતા રેતીના ટ્રકને રોકવાની માંગ
ટંકારાની હડમતિયા કન્યા શાળાના આચાર્ય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો
SHARE









ટંકારાની હડમતિયા કન્યા શાળાના આચાર્ય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો
ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં આવેલ સરકારી કન્યા શાળામાં છેલ્લા ૨૧ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા મનહરભાઈ ફુલતરીયા વયમર્યાદાના લીધે નિવૃત થાય છે ત્યારે શાળા પરિવાર, વિદ્યાર્થીઓએ અને ગ્રામજનો દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયા, નિવૃત જીલ્લા શિક્ષણ અધિકારી તેમજ તાલીમ ભવનના પ્રાચાર્ય એરવાડીયા, શિક્ષણસંઘના શૈલેષભાઈ સાણજા, એસ.એમ.સી. અધ્યક્ષ, પંચાયત સદસ્યો અને ગામના સામાજિક કાર્યકર તેમજ પુર્વ એસએમસી અધ્યક્ષ રમેશ ખાખરીયા સહિતના હાજર રહ્યા હતા અને તેઓએ મનહરભાઈ ફુલતરીયાનું સાલ ઓઢાડી સન્માન કરીને શુભકામના પાઠવી હતી આ તકે કુમાર શાળાના આચાર્ય, માધ્યમિક શાળાના આચાર્ય તથા શિક્ષકગણ હાજર રહ્યા હતા.
