ટંકારાની હડમતિયા કન્યા શાળાના આચાર્ય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો
મોરબીના મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ. અશ્વિનભાઈ બોપલિયાની પોસ્ટલ ટિકિટનું અનાવરણ કરાયું
SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ. અશ્વિનભાઈ બોપલિયાની પોસ્ટલ ટિકિટનું અનાવરણ કરાયું
મોરબીના મહેન્દ્ર ગામના માજી સરપંચ અને લડાયક નેતા એવા સ્વ. અશ્વિનભાઈ અંબારામભાઈ બોપલિયાની પ્રથમ વાર્ષિક સ્મરણાંજલિના દિવસે તા.૩/૫ ને મંગળવારના રોજ મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સીએનજી પમ્પના ગ્રાઉન્ડમાં સવારે રક્તદાન કેમ્પ રાખવામા આવ્યો હતો જેમાં ૨૨૦ બોટલ રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી આ રક્તની બોટલો મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર બ્લડ બેંકમાં આપવામાં આવેલ છે ત્યાર બાદ રાતે સમસ્ત બોપલિયા પરિવાર અને મહેન્દ્રનગર ગામ દ્વારા સત્સંગ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ અન્ય સંતો મહંતો હાજર રહ્યા હતા અને તેને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને બાદમાં લોકપ્રિય ભજનિક શૈલેષભાઈ મહારાજ અને યુવા સાહિત્ય કલાકાર રવિન્દ્ર સોલંકી દ્વારા પોતાની કલા કૃતિઓને લોકોની સમક્ષ રજૂ કરવામાં આવી હતી આ સત્સંગ સંધ્યામાં મોટી સંખ્યામાં લોકોને હાજર રહ્યા હતા અને પોસ્ટ વિભાગની સ્કીમ અંતર્ગત સ્વ. અશ્વિનભાઈ બોપલિયાની પોસ્ટલ ટિકિટ બનાવવામાં આવી છે જેનું અનાવરણ મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવું હતું તેવું કેતનભાઈ અશ્વિનભાઈ બોપલિયા અને વિશાલભાઈ અશ્વિનભાઈ બોપલિયાએ જણાવ્યુ છે
