મોરબીમાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ગેરરીતી કરનાર સામે લેવાશે કડક પગલાં
માળીયાના જુના ઘાંટીલા અને ખાખરેચી રોડે ઓવરલોડ દોડતા રેતીના ટ્રકને રોકવાની માંગ
SHARE









માળીયાના જુના ઘાંટીલા અને ખાખરેચી રોડે ઓવરલોડ દોડતા રેતીના ટ્રકને રોકવાની માંગ
માળીયા (મી.) તાલુકાનાં જુના ઘાંટીલા અને ખાખરેચી વચ્ચે રેતીના વાહનો ચાલે છે અને આ વાહનોમાં ઓવરલોડ રેતી ભરેલી હોય છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઘણી વખત અકસ્માત પણ થાય છે માટે આ વાહનો માટેની અવર-જવર બંધ કરવા માળીયા તાલુકા પંચાયત સદસ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે
હાલમાં માળીયા તાલુકા પંચાયત સદસ્ય અશોકભાઈ કૈલાએ માળીયાના મામલતદારને લેખિત રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે હળવદના ટીકર તથા મીયાણી ગામ બાજુથી રેતી કાઢવામાં આવે છે તે રેતી ભરેલી ગાડીઓ જુના ઘંટીલાથી વેજલપર ખાખરેચીના ગ્રામ્ય વિસ્તારમાંથી નીકળે છે અને રોજ અંદાજે ૨૫૦ જેટલી ગાડીઓ આવતી હોય છે જેથી કરીને ગ્રામ્ય વિસ્તારમાં અવાર-નવાર નાના મોટા અકસ્માતો થયા છે. અને ઘણીવાર ડ્રાઈવરો દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવતા હોય છે જેના કારણે તાજેતરમાં જુના ઘંટીલા ગામે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ૭૦ વર્ષના વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે આવી ગાડીઓને બંધ કરાવવાની માંગણી કરવામાં આવી છે અને જો તંત્ર કામ નહીં કરે તો આગામી દિવસોમાં ના છૂટકે ગ્રામજનોને સાથે રાખીને જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે ત્યારે માળીયા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડાજા અને મોરબી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય મહેશભાઇ પારજીયા સહિતના હાજર રહ્યા હતા
