મોરબીના સર્કીટ હાઉસ પાસેથી ચોરી કરાયેલા બાઇક સાથે એક પકડાયો
SHARE









મોરબીના સર્કીટ હાઉસ પાસેથી ચોરી કરાયેલા બાઇક સાથે એક પકડાયો
મોરબીમાં સર્કીટ હાઉસની બાજુમાં આવેલ રાહુલ લોજિસ્ટિકની ઓફિસ પાસેથી બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે ચોરાઇ બાઈકની સાથે આરોપીની ધરપકડ કરેલ છે
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નિત્યાનંદ સોસાયટીના બ્લોક નંબર ૧૨૦ ની અંદર રહેતા હાર્દિકભાઈ મુકેશભાઈ હુંબલ જાતે આહીર (ઉમર ૨૬) મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે મોરબીમાં સર્કીટ હાઉસની બાજુમાં આવેલ રાહુલ લોજિસ્ટિકની ઓફિસ પાસે તેને પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એચ ૬૬૦૦ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવા અંગેની હાર્દિકભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે ગોવિંદ ઉર્ફે રાજૂ ઉર્ફે ગોયો દેવશીભાઈ પરમાર (૨૦) રહે. હાલ પીપળી પાવર હાઉસ પાસે ઝૂપડામાં મૂળ રહે દામનગર વાળાની ધરપકડ કરેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ગણેશનગરમાં રહેતો કાર્તિક મનસુખભાઈ કંજારીયા (ઉંમર ૧૯) નામનો યુવાન રાત્રિના સમયે નાસ્તો લેવા માટે ઘરેથી બહાર ગયો હતો ત્યારે લાતી પ્લોટ નજીક તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને કાર્તિકને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી પોલીસને જાણ કરવામાં આવેલ છે
મારામારીમાં ઇજા
વાંકાનેરના ટોલનાકા પાસે આવેલ બાબા રામદેવ હોટલ નજીક મારામારીના બનાવમાં મોરબીના રવાપર ગામ પાસે ઓમ પાર્ટી પ્લોટની સામેના ભાગમાં આવે સરદાર પેલેસમાં રહેતા કેતન શાંતિભાઈ ફૂલતરિયા (ઉંમર ૩૨) નામના યુવાનને ઇજા થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને મારામારીના બનાવની પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
