મોરબીના ઘુટુ રોડે સિલ્વર પાર્કમાં યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE









મોરબીના ઘુટુ રોડે સિલ્વર પાર્કમાં યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીની અંદર રહેતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને યુવાનના આપઘાતના બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના ઘૂંટુ રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ નિલેશભાઈ કુકવા (૧૮)એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજતાં તેમના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને હાલમાં આપઘાતના બનાવની તપાસ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ડાંગર ચલાવી રહ્યા છે
દેશી દારૂ
મોરબી માળીયા હાઈવે ઉપર નાગડાવાસ ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલા બાઇક નંબર જીજે ૧ જીએમ ૧૦૩૭ ને રોકી ને પોલીસે બાચકને ચેક કરતા તેમાંથી ૫૫ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૧૦૦ નો દારૂ અને ૨૦ હજારનું બાઇક આમ કુલ મળીને ૨૧૧૦૦ ના મુદ્દામાલ સાથે મુસ્તાકભાઈ ઓસ્માણભાઈ લધાણી (ઉંમર ૩૩) રહે. વીસીપરા કુલીનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ધનીબેન ઉર્ફે પોચી રમેશભાઈ રહે. મોરબી વીસીપરા વાળીનું નામ સામે આવતા પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરાઇ છે
ઝેરી અસર
મોરબી જિલ્લાના વાંકીયા ગામે રહેતા ટીમકાબેન મહેશભાઈ દેહલિયા (ઉંમર ૩૬) ને રાત્રીના બે વાગ્યાના અરસામાં ઝેરી સાપ કરડી જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
