મોરબીના ઘુટુ રોડે સિલ્વર પાર્કમાં યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
હળવદમાં વીજ કંપનીના કર્મચારીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
SHARE









હળવદમાં વીજ કંપનીના કર્મચારીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
હળવદમાં આવેલ સાનિધ્ય બંગ્લોઝમાં રહેતા અને વીજ કંપનીમાં ફરજ બજાવતા યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આપઘાતના બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ સાનિધ્ય બંગલોઝ ખાતે રહેતા રવિભાઈ વિજયભાઈ ઉપાધ્યાય જાતે બ્રાહ્મણ (ઉંમર ૨૫) એ ગત તા.૨-૫ ના રોજ બપોરના એક વાગ્યાના અરસામાં પોતાની જાતે ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા રવિભાઈ ઉપાધ્યાયનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાન વીજ કંપનીમાં ફરજ બજાવતો હતો અને તેણે કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.મૃતકના પિતાનું થોડા દિવસો પહેલા મોત નીપજયું હતું ત્યારબાદથી તે ગુમસુમ રહેતો હતો.
યુવાન સારવારમાં
મોરબીના શ્રદ્ધા પાર્ક નવલખી રોડ ખાતે રહેતા હરેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા નામનો ૩૮ વર્ષીય યુવાન કોઇ કારણોસર ઘરેથી ચાલ્યા ગયા હતા અને બાદમાં કાળમાં કોઈ સફેદ પ્રવાહી પી જતાં તેમને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે માળિયા મિંયાણાના કુંતાસી ગામના રહેવાસી ઉજીબેન વેલજીભાઈ ભાડજા નામના ૮૨ વર્ષના વૃદ્ધા અવની ચોકડીથી મેઘાણી સ્કૂલ તરફ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ નીચે પડી જતા ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા.
મારામારીમાં ઇજા
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા શિલ્પાબેન વિશાલભાઈ નામની ૨૫ વર્ષીય મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા સિવિલે સારવારમાં ખસેડવામાં આવી હતી.જ્યારે મોરબીના રવાપર રોડ ખાતે રહેતા યશવંતભાઈ મોહનભાઇ પરમાર નામના ૫૬ વર્ષીય આધેડને પણ મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી પાસે આવેલા યોગીનગર વિસ્તારના રહેવાસી માવજીભાઈ કાળાભાઈ ધુમલિયા નામના પંચાવન વર્ષેીય આધેળને ઘુંટુ રોડ ઉપર અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયા હતા.
