મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં ઉછીના બે હજાર નહીં આપતા યુવાન ઉપર મિત્રએ કર્યો છરી વડે હુમલો


SHARE









 

મોરબીના વીસીપરામાં ઉછીના બે હજાર નહીં આપતા યુવાન ઉપર મિત્રએ કર્યો છરી વડે હુમલો

મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર મિત્ર પાસે બે હજાર રૂપિયા ઉછીના માંગ્યા હતા ત્યારે મિત્રએ રૂપિયા આપવાની ના પાડી હતી જેથી તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ બનાવમાં બન્ને યુવાનોને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને મારામારીનાં બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને ઇજાગ્રસ્તની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર કુલીનગરમાં રહેતા અસગર હુસેનભાઈ સેડાત (૨૩) પાસે તેના મિત્ર કરીમે બે હજાર રૂપિયા ઉછીના માગ્યા હતા ત્યારે અસગરએ રૂપિયા આપવાની ના પાડી હતી જેથી તેનો ખાર રાખીને કરીમ અને લાલો નામના બે શખ્સોએ તેની ઉપર છરી હુમલો કર્યો હતો અને છરી મારી દીધી હતી જેથી ઇજા પામેલા અસગર હુસેનભાઈને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને સામા પક્ષેથી કરીમ ગફારભાઈ (૨૫)ને પણ ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદ લેવા માટે શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલેખનીય છે કે, આગાઉ પણ આ યુવાનોને બોલાચાલી થયેલ હતી

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા પ્રેમજીનગરમાં રહેતા મયુરભાઈ છગનભાઈ સોલંકી (૨૫) ના બાઈકની આડે ક્તરું ઉતર્યું હતું જેથી કરીને બાઇક સ્લીપ થઈ ગયું હતું અને મયુરભાઈ છગનભાઈ સોલંકી નામના યુવાનને ઈજા થઈ હોવાથી તેને પ્રથમ સારવાર મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો હાલમા અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબી નજીકના રાજપર ગામના બસ સ્ટેન્ડ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબી તાલુકાના બાદનપર ગામે રહેતા મગન કલ્યાણભાઈ સાબરીયા (ઉમર ૨૫) નામના યુવાનને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને મારામારીના બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરે છે તો મોરબીના મકનસર ગામ પાસે આવેલ ભીમરાવનગરમાં રહેતા કાનજીભાઈ મોહનભાઈ ચાવડા (ઉમર ૪૩) ને મારામારીના બનાવમાં ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અજાણી દવા પી ગઈ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા હેતલબેન હિતેશભાઈ બોસિયા (૨૩) એ પોતાના ઘરે કોઈ અજાણી દવા પી ગયા હતા જેથી કરીને તેને ઝેરી અસર થતા મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News