મોરબીમાં યુવા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટના પ્રમુખ તરીકે વરણી
મોરબીના પંકજ રાણસરીયાનું માનવસેવાઓ બદલ કરાયું સન્માન
SHARE









મોરબીના પંકજ રાણસરીયાનું માનવસેવાઓ બદલ કરાયું સન્માન
શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા તા.૩ ને મંગળવાર (અખાત્રીજ) ના રોજ યોજાયેલ તૃતીય સમુહલગ્નમાં મોરબીથી પધારેલ હડમતીયા ગામના મહીલા સરપંચના પતિ પંકજભાઈ રાણસરિયા કે જેઓએ પાટીદાર સમાજ માટે સામાજિક કાર્યો જેમ કે કોરોના કેર આયસોલેશન સેન્ટર, બ્લડ ડોનેશન કેમ્પનુ, સ્ત્રીરોગ કેમ્પ, સ્ત્રી કેન્સર વિશે સેમિનાર તેમજ સમૂહ લગ્નોત્સવ આવા અનેક કાર્યો કરેલા હોય ટંકારામાં યોજાયેલ સમૂહલગ્નમાં સમાજની ત્રણ પાંખ કારોબારી કમિટી, યુવા કમિટી અને મહિલા સમિતિ દ્રારા મોમેન્ટો આપીને સ્નમાનીત કરવામાં આવેલ અને પંકજભાઈ દ્વારા સમાજને વચન આપવામાં આવેલ કે લેઉવા પાટીદાર સમાજને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે તન, મન અને ધનથી સાથે રહીશ જેથી આવો સહયોગ આપવા બદલ શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાએ પણ પંકજભાઈનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો
