ટંકારાની ન્યુ વિઝન સ્કૂલ ખાતે દર્શન યુનિવર્સિટી દ્વારા ધો.૧૦ પછી શું ? વિષય ઉપર સેમિનાર યોજાયો
વાંકાનેરમાં આવેલ દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર ખાતે મધર ડે નિમિતે કેમ્પ યોજાશે
SHARE









વાંકાનેરમાં આવેલ દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર ખાતે મધર ડે નિમિતે કેમ્પ યોજાશે
મધર ડે નિમિતે વાંકાનેરમાં આવેલ દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર (બંધુસમાજ વાંકાનેર) તથા ક્રાઇસ્ટ હોસ્પિટલ રાજકોટના સહયોગથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે
આગામી તા.૮/૫ ને રવિવાર સવારે ૯ થી ૧૨ વાગ્યે મધર ડે નિમિતે બંધુસમાજ પ્રતાપ રોડ વાંકાનેર ખાતે દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર (બંધુસમાજ વાંકાનેર) તથા ક્રાઇસ્ટ હોસ્પિટલ રાજકોટના સહયોગથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડો. હેતલબેન ચૌહાણ (કાન, નાક, ગળાના સર્જન), ડો. શ્રેણુજ મારવાણીયા (પેટ, આંતરડા, પિતાશય, પથરી, હરસ, મસા, ભગંદર, કોઈપણ જાતની સારણગાંઠના નિષ્ણાંત), ડો. કિશન હાલપરા (હાડકાના ફેક્ચર, સાંધાના દુખાવા, મણકા, ડોક, જૂનો દુખાવો ગોઠણ થાપાના નિષ્ણાત), ડો. ગાયત્રી રાઠોડ (માથાનો દુખાવો, આધાસીસી, ચક્કર આવવા, અનિંદ્રા, ઉદાસી ,હતાશા, ગભરામણ વગેરેના નિષ્ણાંત), ડો. પ્રિયંકા વાગડીયા (તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી, મેલેરિયા, એલર્જી, માથાનો દુખાવો, ચામડીના રોગ વગેરેના નિષ્ણાત) નો સમાવેશ થાય છે અને આ કેમ્પની વધુ માહિતી માટે ૯૨૨૭૪ ૩૩૨૮૨ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે
