વાંકાનેરમાં આવેલ દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર ખાતે મધર ડે નિમિતે કેમ્પ યોજાશે
મોરબીમાં થયેલ ૪.૬૪ લાખની ટાઇલ્સની ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
SHARE









મોરબીમાં થયેલ ૪.૬૪ લાખની ટાઇલ્સની ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
મોરબી નજીકના જાંબુડીયા ગામ પાસે આવેલ બંધ પડેલા કારખાના ગોડાઉનની અંદર સ્લેબ ટાઇલ્સનો જથ્થો મૂકવામાં આવ્યો હતો જે અજાણ્યા આઇસરની અંદર ભરીને કોઇ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૪૭૬ સ્લેબ ટાઇલ્સની ચોરી કરવામાં આવી છે તેવી ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ૪.૬૪ લાખની સ્લેબ ટાઇલ્સ ચોરી કરનારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
મોરબી નજીકના ઘુટુ ગામ પાસે છોટે સરદાર પાર્કની અંદર રહેતા ધવલભાઇ અશોકભાઈ કૈલા જાતે પટેલ (ઉમર ૨૪)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ અજાણ્યા આઇસરના ચાલક અને બાઈક ચાલક આમ કુલ મળીને બે શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ કોમેટ સીરામીક નામનું કારખાનું બંધ છે તેની એવિયાના સિરામિકનું ગોડાઉન આવેલ છે જેમાં સ્લેબ ટાઇલ્સનો પ્રીમિયમ તથા એસટીડી માલ મૂકવામાં આવ્યો હતો અને સ્લેબ ટાઇલ્સ કુલ મળીને ૪૭૬ મૂકી હતી જે એક સ્લેબ ટાઇલ્સની કિંમત ૯૭૫ રૂપિયા છે આવી ૪૭૬ સ્લેબ ટાઇલ્સની ચોરી કરવામાં આવેલ છે જેથી કુલ મળીને ૪.૬૪ લાખના મુદ્દામાલની અજાણ્યા આઇસરમાં ભરીને બે શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી છે આ ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને હાલમાં આરોપી નાથાભાઈ ઉર્ફે યુવરાજ બહાદુરભાઇ થરેશા જાતે કોળી (૨૫) રહે. ઇન્દિરાનગર, ખોડિયાર સોસાયટી મોરબી-૨ મૂળ રહે જૂના ઘંટીલા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરી કરવામાં આવેલ ટાઇલ્સ પૈકીની કેટલીક ટાઇલ્સને પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે સાથોસાથ અન્ય આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ટાઇલ્સને વાહનમાં ભરવા માટે આરોપી મજૂરી કામ કરવા માટે જતો હતો અને તેને ટાઇલ્સની ચોરી કરવાનો પ્લાન બનાવ્યો છે આ આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
