મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત ખેડૂતોએ E-KYC કરાવી લેવું અનિર્વાય


SHARE

















મોરબી જીલ્લામાં કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત ખેડૂતોએ E-KYC કરાવી લેવું અનિર્વાય

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વર્ષ ૨૦૧૯ થી અમલ મુકવામાં આવી છે. ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરિવારને વાર્ષિક ૬૦૦૦/- સહાય ૩ (ત્રણ) હપ્તામાં ચુકવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મોરબીના લાભાર્થી ખેડૂતોને ફરજિયાત બેંક ખાતા આધાર સીડિંગ કરવા અનુરોધ કરવામાં આવે છે.

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત “આધાર” સીડિંગ કરવાનું થાય છે. આ માટે લાભાર્થી જાતે પી.એમ. કિસાન પોર્ટલ પર e-kyc મોડ દ્વારા કરી શકાશે અથવા નજીકના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન સુવિધા ધરાવતાં કોમન સર્વિસ સેન્ટરમાં જઈ આધાર સીડિંગ કરાવી શકશે. જેનો ચાર્જ રૂ. ૧૫ લાભાર્થીએ ચૂકવવાનો રહેશે. વધુમાં એપ્રિલ-૨૦૨૦ થી યોજનાનો લાભ આધાર બેઝડ પેમેન્ટના અનુસાર કરવામાં આવશે. અર્થાત લાભાર્થી ખેડૂતોનું જે બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લીંક કરેલ હોય તે એકાઉન્ટમાં સહાયની રકમ ચુકવવામાં આવશે. જેથી જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતાને આધારકાર્ડ સાથે લીંક ન કરાવેલ હોય તેમણે સત્વરે તેમને લાગુ પડતી બેન્કનો સંપર્ક કરી આધાર સિડિંગ કરાવી લેવાનું રહેશે. ભારત સરકાર તથા રાજ્ય સરકારની સુચના અનુસાર યોજનાનો લાભ લેવા માટે આધાર અને બેંક ખાતા સાથે આધાર સિડિંગ કરાવવું ફરજીયાત હોય ખેડૂતોએ આધાર અને બેંક ખાતા આધાર સિડિંગ” કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News