મોરબીની પાટીદાર હિત રક્ષા સમિતિએ જેતલસરમાં દીકરીની હત્યા કરનાર આરોપીને સજા કરીને પરિવારને ન્યાય આપવા કરી માંગ
SHARE









મોરબીની પાટીદાર હિત રક્ષા સમિતિએ જેતલસરમાં દીકરીની હત્યા કરનાર આરોપીને સજા કરીને પરિવારને ન્યાય આપવા કરી માંગ
મોરબીની પાટીદાર હિત રક્ષા સમિતિએ રાજયના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લેખીતમાં રજૂઆત કરીને જે રીતે સુરતની ગ્રીષ્માના હત્યારા ફેનીલને પકડીને ધાક બેસે તે માટે તાત્કાલીક પોલીસ તપાસ કરાવીને ચાર્જસીટ ફાઇલ કરીને કોર્ટ કાર્યવાહી બાદ આજે જયારે ગ્રીસ્માના હત્યારા ફેનીલને જે રીતે ફાંસીની સજા ફટકારવામાં આવેલ છે.તેવા જ ન્યાયની અપેક્ષા રાજકોટ જીલ્લાના જેતલસર ગામે સગીરાની કરાયેલ નિર્મમ હત્યાના કેસમાં કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવવી જોઇએ તો જ આવી વિકૃત માનસીકતા ધરાવતા રોડછાપ રોમીયોની સાન ઠેકાણે આવશે.
આ રજૂઆતમાં પાટીદાર હીત રક્ષા સમિતિએ જણાવ્યું છેકે, સુરત કોર્ટ દ્રારા ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારી છે અને ગ્રીષ્માના પરિવારને જે રીતે ન્યાય મળ્યો છે આવા જ ન્યાયની અપેક્ષા ગત વર્ષે રાજકોટના જેતપુર(કાઠી) ના જેતલસર ગામની દીકરી સાથે બનેલ બનાવમાં ન્યાયની અપેક્ષા તેનો પરિવાર રાખી રહ્યો છે. જેતલસરની દીકરીની ઘરમાં ઘુસીને છરીના અનેક ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી.તેના પરિવારને પણ સુરતની માફક ઝડપથી ન્યાય મળે તે માટે પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે અને ગ્રીષ્મા હત્યાકેસમાં જે રીતે ઝડુી કેસ ચલાવીને કોર્ટ દ્વારા દોષિત ફેનીલને ફાંસીની સજા ફટકારાઈ તે રીતે જ જેતલસરની દીકરીના પરિવારને પણ ઝડપથી ન્યાય મળે અને દીકરીને ઘરમાં ઘૂસીને ૫૦ જેટલા છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરનાર આરોપીને પણ ફાંસીની સજા થાય તો જ આવા ઇશ્કબાજોની સાન ઠેકાણે આવશે તેમ પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાતે જણાવેલ છે.
